અમરેલી

ધારી આઈ.ટી.આઈ. ખાતે તા.૮મી ઓક્ટોબરે ભરતી મેળો યોજાશે

ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તા.૦૮/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી તથા પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

હીમખીમડી-તુલશીશ્યામ રોડ પરના આઇ.ટી.આઇ ધારી ખાતે ધ્યેય કન્સલ્ટન્સી દ્વારા આ ભરતી મેળો યોજાશે. જેમાં આઇ.ટી.આઇ.ના ટ્રેડ, જેવા કે એમએમવી, એમડી, ટ્રેક્ટર મિકેનિક, મશીનીસ્ટ, ઇટી, ફીટર, ટર્નર, વેલ્ડર, પેન્ટર, વાયરમેન, સીઓઈ, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ટુલ્સ એન્ડ ડાય, પીપીઓ આઉટ તાલીમાર્થીઓએ જોડાઈને તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે, તેમ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts