સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર વિભાગ ખાતે દાખલ થયેલ ડિજીટલ એરેસ્ટના ગુન્હા બાબતે.

સાયબર ક્રાઈમ પો.સ્ટે. ભાવનગર વિભાગ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૯૨૪૦૦૦૮/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા કલમ 316(2), 319(2), 318(4), 338,336(2),336(3), 340(2),204 આઈ ટી એક્ટ – 66(d) મુજબનો ગુન્હો તા.૦૭/૧૧/૨૦૨૪ કલાક ૧૪/૩૦ વાગ્યે રજી. થયેલ છે.આ કામે ફરીયાદી મયુરભાઈ જીવરાજભાઇ પટેલ ઉ.વ.૬૫ ધંધો-કન્સ્ટ્રકશન રહે.હાલ.એલીજીયમ સોસાયટી બી-૧૨૦૧ યુરો સ્કુલની સામે વાંકડ પીન-૪૧૧૦૫૭ પુણે (મહારાષ્ટ્ર) મુળ રહે મહીલા કોલેજ પાછળ ૮૬૩/એ મથુર બંગ્લો કૃષ્ણનગર ભાવનગર જિ.ભાવનગર મો.નં.૯૯૨૩૪૦૦૬૭૦ નાઓ છે.
સદર ગુન્હામાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી ને અજાણ્યા ઇસમોએ તેમના નામના પાર્સલમા ડ્રગ્સ અને ગે.કા. વસ્તુઓ મોકલેલ હોવાનું જણાવી આરોપીઓએ પોતે CBI તથા પોલીસમા હોવાની ખોટી ઓળખ આપી, ફરીયાદીને ED તથા સુપ્રીમકોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી ફરીયાદી પાસેથી સિક્યુરીટી ડિપોઝીટ ના નામે કુલ રકમ રૂ.15,00,000/- (અંકે રૂપીયા પંદર લાખ પુરા) મેળવી લઇ ફરીયાદી સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ છે.સદર ગુન્હાનાં કામે આરોપી ઘનંજય મુકેશભાઈ પુરોહિત ઉ.વ.૨૩ ધંધો.વેપાર (ઠંડા પીણાની દુકાન) રહે. મુ.પો. સંજેલી, મેઈન બજાર બસ સ્ટેન્ડ રોડ, સરકારી દવાખાના પાસે, તા.સંજેલી જી.દાહોદ વાળાને સદરહુ ગુન્હાના કામે તા.૦૧/૦૧/૨૦૨૫ ના ક.૧૬/૨૦ વાગ્યે પો.ઇન્સ. એન.એમ.તલાટી દ્વારા અટક કરેલ છે.સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર વિભાગ દ્વારા સદર ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે.
Recent Comments