દામનગર શહેર માં સમસ્ત કોળી સમાજ દ્વારા નાયબ મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી ન્યાય આપો ન્યાય આપો ની બુલંદ માંગ સાથે કોળી એકતા ઝીંદાબાદ ના નારા લગાવ્યા હતા દામનગર શહેર ના સરદાર ચોક ખાતે થી પ્રસ્થાન થયેલ વિશાળ રેલી પાલિકા પરિસર માં નાયબ મામલતદાર કલાણી ને આવેદન પત્ર પાઠવી મહુવા ના બગદાણા ખાતે ૨૯ મી ની રાત્રી એ સ્થાનિક સામાજિક આગેવાન નવનીત બાધલીયા ઉપર થયેલ હુમલા ના ખરા દોષીતો ને પકડી કડક સજા આપો બનાવ ના દિવસો બાદ પણ તટસ્થ પોલીસ તપાસ નહિ કરતા સમગ્ર કોળી સમાજ માં ભારે રોષ સમગ્ર વહીવટી તંત્ર સામે અનેક સવાલો કરતું આવેદન પત્ર પાઠવતા પંથક ના કોળી સમાજે પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ને કરેલ સવાલો
હુમલો કરનાર કરાવનાર વીડિયો ઉતાતાનાર સુધી પોલીસ કેમ નથી પહોંચી ? તા.૨૯/૧૨/૨૫ ના રોજ રાત્રી એ મહુવા તાલુકા ના બગદાણા ખાતે પૂર્વ રચિત કાવતરું રચી અસ્તિ ભંગ નો બનાવ હોવા છતાં હળવી કલમો હેઠળ ગુનો નોંધાયો ? આરોપી ઓના બચાવ માં કામ કરતી પોલીસ સામે નારાજગી દામનગર સહિત આસપાસ ના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી સમસ્ત કોળી સમાજ ના યુવાનો અગ્રણી ઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર જય માંધાતા જય વેલનાથ ના ગગનભેદી નારા સાથે યોજાયેલ રેલી માં પોસ્ટર બેનર સાથે ન્યાય આપો ન્યાય આપો ની બુલંદ માંગ ઉઠી હતી




















Recent Comments