ભાવનગર ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાએ તા. ૩૦/૦૭/૨૦૨૫ ના રોજ પાલિતાણા નગરપાલિકાની
મુલાકાત લઈને શહેરના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓના સમારકામ ઉપરાંત, શહેરની સફાઈ, નાળાની
સ્વચ્છતા, અને આરોગ્ય સંબંધિત વ્યવસ્થાઓ સુધારવા પર ભાર મૂક્યો. તેમજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ત્રણ માઇનોર બ્રિજ(ગારીયાધાર
બ્રિજ, બહારપરા બ્રિજ અને પરિમલ બ્રિજ) નું વિઝ્યુઅલ ઇન્સ્પેકશન કર્યું હતું અને જરૂરી સમારકામ સત્વરે કરવા સુચના આપી હતી.
GUDC દ્વારા ચાલી રહેલા ગટર લાઈનના કામને જૂના ગટર નેટવર્ક સાથે યોગ્ય રીતે જોડીને સમગ્ર શહેરમાં કાર્યરત ગટર વ્યવસ્થા
સુનિશ્ચિત કરવા વિગતવાર ચકાસણીનો આદેશ અપાયો. આ સાથે, નગરપાલિકામાં કન્ડમ વાહનોના નિકાલની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા પણ
સૂચના આપવામાં આવી હતી. વધુમાં, પાલિતાણા નગરપાલિકામાં પાણી પુરવઠાની સમીક્ષા કરી, પાણીના જથ્થાના યોગ્ય મોનિટરિંગ માટે મીટર
લગાવવાની પણ સૂચના આપવામાં આવી હતી. ફરિયાદોની નોંધણી અને નિકાલ યોગ્ય રીતે અને સમય સર કરવા, શહેરમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇનનું
આયોજન કરવા સૂચના આપવામાં આવી. ઉપરાંત ટેક્સ વસૂલાત, નવા નગરપાલિકા ભવનનું નિર્માણ ભવિષ્યના વિકાસને ધ્યાને રાખીને કરવા,
કોર્ટ કેસો અંગે માર્ગદર્શન, ડિજિટલ ઈ-નગર મેપિંગ, અને ડોર-ટુ-ડોર ટેક્સ કલેક્શનની પ્રગતિની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અપાયું.
ભવિષ્યના આયોજન રૂપે શહેરમાં ઓડિટોરિયમ નિર્માણના કામ માટે આયોજન હાથ ધરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત શિહોર નગરપાલિકા વિસ્તારમાં NHAI દ્વારા બનાવવામાં આવેલા ડાયવર્ઝન વાળા રસ્તાની પણ ખાસ મુલાકાત લેવામાં
આવી હતી. કમિશનરશ્રીએ આ રસ્તાની ખરાબ હાલત અંગે ગંભીર નોંધ લીધી અને તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવા માટે NHAI અને
સ્થાનિક તંત્રને સત્વરે નિર્દેશ આપ્યા હતા.
બોક્સ આઇટમ:
શહેરી નિર્માણ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના તાબા હેઠળ આવતી
પાલિતાણા નગરપાલિકાની સ્થાપના તા.૧૨/૦૫/૧૯૫૧ના રોજ થયેલ અને તેની હાલની અંદાજીત વસ્તી ૮૭૦૦૦ છે તેમજ નગરપાલિકામાં
૧૧ વોર્ડ આવેલ છે; જયારે સિહોર નગરપાલિકાની સ્થાપના તા. ૧૪/૦૪/૧૯૯૪ના રોજ થયેલ છે અને હાલની અંદાજીત વસ્તી૮૦૦૦૦ છે
શિહોરમાં NHAI ડાયવર્ઝન રોડ અને પાલિતાણામાં બ્રીજની રેલીંગ રિપેર કરવા પ્રાદેશિક કમિશ્નર દ્વારા સ્થળનિર્દેશ

Recent Comments