ભાવનગર

દિવ્યાંગ રમતવીરોના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫ની સ્પર્ધા માટે તા.૯ નવેમ્બર થી રજીસ્ટ્રેશન કરી શકાશે

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા
આગામી સમયમાં દિવ્યાંગ રમતવીરો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન
થનાર છે. જેમાં ભાવનગર ખાતેના દિવ્યાંગ રમતવીરોની સ્પર્ધાઓનું આયોજન થનાર છે.

ભાવનગર જિલ્લા અને શહેરનાં શારીરિક ક્ષતિગ્રસ્ત (HO) દિવ્યાંગ વ્યક્તિઓ માટે તા.9 નવેમ્બર રવિવારના રોજ
સ્પેશ્યલ ખેલમહાકુંભના શારીરિક વિકલાંગ (O.H.) ખેલાડીઓના ફોર્મ શ્રી અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, આંબાવાડી,
સ્વસ્તિક સોસાયટી, ભાવનગર ખાતે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે. ફોર્મ ભરનાર દરેક
ખેલાડીઓએ અપંગતાનુ ડોક્ટરી સર્ટિફિકેટ, આધારકાર્ડ, બેન્ક પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝ નો
ફોટો, બે નકલમાં સાથે રૂબરૂમાં આવવાનું રહેશે.

ઉપરોક્ત સરનામે ફક્ત તા. 9 નવેમ્બર રવિવારે એક જ દિવસ ફોર્મ ભરાવવામાં આવશે. જેની દરેક ખેલાડીઓ એ
નોંધ લેવી. આ સિવાય શહેર કક્ષાએ નરેશ ભાઈ દવે (૯૪૨૮૫૯૧૦૧૯) અને મનસુખભાઈ સોલંકી
(૯૯૦૯૧૧૬૯૧૦૭). તેમજ તાલુકાકક્ષાએ મનસુખભાઈ કનેજીયા (શિહોર-૯૩૨૭૩૬૪૦૫૪), પ્રકાશ સોલંકી
(પાલીતાણા-૯૯૨૪૬૬૦૦૨૪), રાજુભાઇ વેગડ (તળાજા-૯૪૨૬૧૮૮૬૫૧) ,જગતભાઈ ગોહેલ (વલ્લભીપુર-
૯૦૧૬૨૨૪૬૪૩), પાયલબેન બારૈયા (ઘોઘા-૯૯૭૮૭૭૩૬૦૧), ભાસ્કરભાઈ દેસાઈ (મહુવા-૯૮૨૪૩૯૦૬૪૬),
હિતેશભાઈ બોરીચા (ગારીયાધાર-૯૯૭૪૩૮૯૬૦૬), નિર્મલસિંહ ગોહિલ (જેસર-૮૨૦૦૬૦૭૯૩૧) તાલુકા પ્રતિનિધિ
નો સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.૨૫ નવેમ્બર રહેશે. જેમણે બે ઇવેન્ટોમાં ભાગ લેવાનો હોય
તેમણે બે-બે ડોક્યુમેન્ટ સાથે લાવવા.

પ્રજ્ઞાચક્ષુ માટેનાં સ્પેશ્યલ ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લેવા માટે
https://script.google.com/macros/s/AKfycbyC4abX9JSp6HjUf8XDrb1_XnObVhPpSe2TFlKNtOT_cYlWtRMqhjI
Rl1rs8CCpE9mahw/exec લિન્ક પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે સ્પોર્ટ્સ શિક્ષકશ્રી
એલ.એન.વાઘેલા (૯૯૭૯૦૪૪૨૧૨)ને તથા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, નવા ફિલ્ટર પાસે, ભાવનગરને
સંપર્ક કરવાનો રહેશે.
સ્પેશ્યલ ખેલમહાકુંભ અંતર્ગર્ત મનોદિવ્યાંગ ખેલાડીઓની જિલ્લા કક્ષાના ટુર્નામેન્ટની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ
ગયેલ છે જેમાં ૧૫ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ઓનલાઈન સબમિટ કરતા એક નંબર આવશે જે ફોર્મની
હાર્ડકોપી પર અચૂક લખવો. વધુ માહિતી માટે અરવિંદ.એમ ભટ્ટ (૯૪૨૯૨૩૪૮૨૯) અને જયેશભાઈ.એચ ધંધુકિયા
(૯૪૨૭૫૫૮૩૮૪) નો સંપર્ક કરવાનો રહેશે.

Related Posts