રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન

તાજેતરમાં કોલેબ અમદાવાદ ખાતે જાણીતા લેખિકા તળાજાના વતની રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’
નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને ડૉ. સ્મિતા જીતેન્દ્ર જોશી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શબ્દ ગોસ્વામી, માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથીએ નારીશક્તિનું ગાન કર્યું હતું. સુપ્રસિદ્ધ કવિ હરદ્વાર ગોસ્વામીએ સંચાલન કર્યું હતું. ‘દરેક દિવસ વિશ્વમહિલા દિન રહે’ એવું શુભભાવના વ્યક્ત થઇ હતી.
Recent Comments