ઓશો સ્થાન જબલપુરમાં રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ લાભ લેતાં ભાવિકો
જબલપુર સોમવાર તા.૮-૧૨-૨૦૨૫
(મૂકેશ પંડિત દ્વારા)
ઓશો સ્થાન જબલપુરમાં રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ કહું કે, ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય છે. અહીંયા મોટી સંખ્યામાં દેશ વિદેશના ભાવિકો લાભ લઈ રહ્યાં છે.
રામકથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ ક્થા પ્રસંગોના પ્રારંભિક વર્ણન સાથે ધર્મ અને વિવિધ ધારાઓ વિશે વાત કરતાં કહ્યું કે, ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય છે. આમ કહી, રૂઢિચુસ્ત અને સંકુચિત કે અંધશ્રધ્ધા સાથે ધર્મને ન જોડવા આડકતરી શિખામણ આપી.
ઓશો તીર્થ સ્થાન જબલપુરમાં ‘માનસ વિશ્રામ’ કેન્દ્ર સ્થાને આ રામકથામાં શ્રી મોરારિબાપુએ વિવિધ સંવાદોના ઉલ્લેખ સાથે આરામ, વિરામ અને પરમ વિશ્રામ સંદર્ભે ભાવવાહી આધ્યાત્મિક વ્યાખ્યા કરી અને કહ્યું કે, પરમ વિશ્રામ એ વ્યક્તિગત જ હોય બાકી આરામ એ સામૂહિક હોઈ શકે. આ સાથે ઓશો ચિંતન ઉલ્લેખ સાથે એકાગ્રતા એટલે એકની અગ્રતા અને એકાંત એટલે એકનો પણ અંત હોય છે, તેમ જણાવ્યું. આદ્ય શંકરાચાર્ય જીના અદ્વૈત તત્ત્વનો પણ ઉલ્લેખ કરાયો.
સંન્યાસ અને ગૃહસ્થ બન્ને ઈશ્વર પ્રાપ્તિના માર્ગ હોવાનું શ્રી મોરિબાપુએ જણાવ્યું અને આ સંવાદ કથામાં આજે બુધ્ધ પુરુષના ચાર લક્ષણો સમજાવ્યા અને ૧. જેમાં બુધ્ધત્વ પ્રગટ થયું હોય, ૨. બીજાને બુધ્ધુ ન સમજે , ૩. માત્ર બૌધ્ધિક નહી, હાર્દિક પણ હોય અને ૪. પોતાને બુધ્ધત્વ પ્રાપ્ત થયાનો ખ્યાલ ન હોય… આમ જણાવ્યું.
ઓશો જન્મોત્સવ પ્રસંગે આ રામકથામાં ઓશો અનુયાયીઓ અને ભાવિક શ્રોતાઓ ક્થા શ્રવણ સાથે સંકીર્તનમાં ભાવથી ઝુમી રહ્યાં છે.

















Recent Comments