આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં માર્ગ વિકાસ અને માળખાગત સુવિધાઓને
વધુ મજબૂત બનાવવા હેતુસર અનેક કાર્યક્રમો ૧૨ કરોડ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ યોજાયા હતા.
આ વિકાસકાર્યો દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે.
ગણેશગઢ ગામે ₹13.75 લાખના ખર્ચે વિવિધ સી.સી. રોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા,
જેના કારણે ગામની આંતરિક માર્ગ સુવિધા વધુ સુગમ અને મજબૂત બનશે. આ સાથે ગાધકડા ગામે
₹34.83 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવી ગ્રામ પંચાયત (ગ્રામ સચિવાલય) ભવનની સ્થળ મુલાકાત
લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જ્યાં ભવિષ્યમાં ગ્રામજનોને તમામ પ્રશાસનિક સેવાઓ
એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થશે. હાથસણી ગામે સાવરકુંડલા–હાથસણી માર્ગ માટે ₹4.10 કરોડ
તેમજ હાથસણી–રૂગનાથપુર માર્ગ માટે ₹1.40 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કામોના કુલ ₹5.50 કરોડના
વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના કારણે આવાગમન વધુ સરળ બનશે અને ખેડૂતો,
વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકોને મોટો લાભ મળશે. ભુવા ગામે ભુવા–ખડકાળા–જીરા સ્ટેશન રોડ
પર ₹1.80 કરોડ ના ખર્ચે રીસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે વિસ્તારના ગામોને મુખ્ય
માર્ગ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ધાર–મોલડી તરફ જતાં માર્ગ પર નિર્મિત 2 સ્પાન સ્લેબ
ડ્રેનનું ₹70 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું, જેના કારણે વરસાદી પાણીના યોગ્ય નિકાલની
સુવિધા મળશે અને ચોમાસામાં માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. આ ઉપરાંત ખાલપર ગામે
ખાલપર–બવાડી રોડના ₹3.25 કરોડના ખર્ચે સી.સી. રોડ તેમજ દીવાલના કામોના ખાતમુહૂર્ત કરવામાં
આવ્યા, જેના કારણે સ્થાનિક લોકોને સલામત, સુવ્યવસ્થિત અને ટકાઉ માર્ગ સુવિધા ઉપલબ્ધ બનશે
આ તમામ વિકાસકાર્યોના અમલથી સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા, આવાગમન,
સુરક્ષા તથા જનસુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે અને સ્થાનિક વિકાસને નવી ગતિ મળશે.
આ સમગ્ર વિકાસ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા
ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ
આગેવાનો અને કાર્યકરમિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


















Recent Comments