તારીખ ૨૪-૧૧-૨૦૨૫ ના રોજ શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર, વાર્તાકારના વિવિધ ક્ષેત્રે નામ ધરાવનાર ડો. રાઘવજી માધડ અને ડૉ. વાસુદેવ સોઢા પધાર્યા હતા. તેઓએ તાલીમાર્થી બહેનો સમક્ષ પોતાના કાર્યકાળ દરમિયાનના અનુભવો રજૂ કર્યા હતા. ખાસ કરીને પીટીસી અને તેના અભ્યાસક્રમ તથા તાલીમાર્થી બહેનોને જીવન ઘડતર માટે જરૂરી બાબતો અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. ડોક્ટર રાઘવજી માધડ જેઓ “ફુલછાબ” અને “દૈનિક ભાસ્કર” ના નિયમિત કોલમિસ્ટ છે, એમણે લેખન, સર્જન વિશે એક વાત કરી હતી. તેમના પુસ્તકો ખાસ કરીને નવલિકા અને નવલકથા જેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે, એમને સાહિત્ય વિશે પણ જણાવ્યું હતું.આ બંને મહાનુભાવોના પ્રેરણાત્મક પ્રવચનો તાલીમાર્થી બહેનોને રસમય કરી દીધા હતા.પાઠય પુસ્તક નિર્માણમાં ખૂબ લાંબા સમય કામ કરી ચૂકેલા રાઘવજીભાઇએ આ કાર્ય અંગે પણ માહિતી આપી હતી. ડૉ. સોઢા સાહેબ દ્વારા સરસ મજાની હાવભાવથી બાલવાર્તા કહી બહેનોને મગ્ન કરી દીધા હતા. આ કાર્યક્રમમાં રજુ થયેલ માહિતી તાલિમાર્થી બહેનોના જીવનમા ખૂબ જ ઉપયોગી થશે. એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલાના શ્રી મહિલા અધ્યાપન મંદિરની મુલાકાતે જાણીતા સાહિત્યકાર ,કેળવણીકાર ડો. રાઘવજી માધડ અને ડો. વાસુદેવ સોઢા


















Recent Comments