ભાવનગર

પાલિતાણાના રંડોળા ગામે કમોસમી વરસાદમાં ક્ષતિગ્રસ્ત કોઝવેની મરામત

ભાવનગર જિલ્લામાં માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. રાજ્યના છેવાડાના
વિસ્તારોમાં પણ માર્ગની સમસ્યા ન રહે તેવા ઉદ્દેશ્યથી કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ અને
રિસરફેસીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત ભાવનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ
રાજ્ય હસ્તકના રંડોળા ગામે કમોસમી વરસાદમાં ક્ષતિગ્રસ્ત કોઝવેની મરામત કરવામાં આવી હતી.
માર્ગ અને મકાન-રાજ્ય દ્વારા તાત્કાલિક ધોરણે પાલિતાણાના રંડોળા ગામે કમોસમી વરસાદમાં ક્ષતિગ્રસ્ત
કોઝવેની મરામત કરીને રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેથી વિરપુર, મઢડા, ખારી, કનડ સહિતના ગામોને લાભ
મળશે અને વાહનવ્યવહાર સુગમ બનશે.

Related Posts