મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુમાં વરસાદના પરિણામે અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે
ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે વિવિધ તાલુકાઓમાં માર્ગો પર અસર
પહોંચી હતી. જેમાં માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગરના મહુવા તાલુકાના રંગપર જલાલપર તાંતણીયા રોડ પર વરસાદના કારણે અનેક જગ્યાએ ખાડા પડી જતાં માર્ગ અને મકાન
પંચાયત વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના સમારકામ તેમજ રિકાર્પેટીંગની કામગીરી
હાથ ધરવામાં આવી છે.
ચોમાસામાં નુકસાન થયેલા મહુવા તાલુકાના માર્ગોની મરામત કામગીરી હાથ ધરાઈ

Recent Comments