પાણીના તીવ્ર પ્રવાહથી રસ્તાની બન્ને બાજુની સાઈડમાં ભારે ધોવાણ થયું હતું : રસ્તાનું ધોવાણ ન થાય તે માટે પથ્થર અને રેતી – સિમેન્ટના મિશ્રણના ઉપયોગ થકી રસ્તાનું મરામત કામગીરી કરવામાં આવી
—
અમરેલી, તા.૯ જુલાઈ, ૨૦૨૫ (બુધવાર) ભારે વરસાદથી અમરેલી તાલુકાના રંગપુર સણોસરા માર્ગ અસરગ્રસ્ત બન્યો હતો. પાણીના તીવ્ર પ્રવાહથી આ રસ્તાની બન્ને બાજુએ વધુ માત્રામાં ધોવાણ થયું હતું. અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના આ રસ્તાનું મરામત કાર્ય અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા ત્વરાભેર પૂર્ણ કરવામાં આવ્યું હતું.
જેસીબી મશીનની મદદથી આ માર્ગનું જરુરી મરામત કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. રસ્તાનું વધારે ધોવાણ ન થાય તે માટે માર્ગ મરામત માટેની આવશ્યકતા મુજબ પથ્થર અને રેતી – સિમેન્ટના મિશ્રણના ઉપયોગ થકી રસ્તાના સમારકામની કામગીરી અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા કરવામાં આવી હતી, તેમ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments