અમરેલી

વરસાદથી અસરગ્રસ્ત બનેલા અમરેલી જિલ્લાના રસ્તાઓના સમારકામની કામગીરી વેગવંતી બની

અમરેલી, તા.૧૧ જુલાઈ, ૨૦૨૫ (શુક્રવાર )  નાગરિકોને અવરજવરની સુવિધામાં અગવડ ન પડે તે માટે રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો મુજબ અમરેલી જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓનું સમારકામ વેગવંતું બન્યું છે.

વરસાદના વિરામ બાદ જિલ્લા માર્ગ અને મકાન (રાજય) તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ માર્ગોની મરામત કામગીરીમાં હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા બગસરા – ચલાલા – સાવરકુંડલા રોડ પર ગોપાલગ્રામ થી ચલાલા વચ્ચે ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના માર્ગ મકાન વિભાગ (રાજય) દ્વારા રસ્તા સમારકામની કામગીરી કરવા જિલ્લાના અગત્યના સ્ટેટ હાઇવે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને જોડતા માર્ગો સહિતના રોડ રસ્તાનું આસ્ફાલ્ટ એટલે કે ડામરથી પેચવર્કની કામગીરી હાથ સતત શરુ છે.

વરસાદથી અસગરગ્રસ્ત થયા છે તેવા રસ્તાઓના મરામતની જરુરી કાર્યવાહી વહેલી તકે પૂર્ણ થાય તેવી પ્રાથમિકતા સાથે અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (રાજય) પ્રયત્નશીલ છે, તેમ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (રાજય) એ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts