અમરેલી

અમરેલીના ચાંપાથળ ગામે શેત્રુંજી નદી પરના જૂની હળિયાદ કોઝ-વેનું મરામત કાર્ય કરવામાં આવ્યું

અમરેલી, તા.૯ જુલાઈ, ૨૦૨૫ (બુધવાર)   ભારે વરસાદથી અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે શેત્રુંજી નદી પરનો જૂની હળિયાદ કોઝ-વે અસરગ્રસ્ત થયો હતો. આ કોઝ-વેનું જરુરી મરામતકાર્ય થઇ શકે તે માટે તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વાહન ચાલકોને સુગમતા રહે તે માટે આ કોઝ-વેનું કામચલાઉ ધોરણે આ કોઝ-વેનું મરામત કાર્ય આરસીસી મટિરિયલ્સથી કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત હેઠળના ચાંપાથળ સાવરકુંડલા રોડ પરના આ કોઝ-વેની જગ્યાએ મેજર બ્રિજ બનાવવાનું પણ આયોજન માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. જેથી ચાંપાથળ સહિતના વટેમાર્ગુઓને અવરજવર માટે સુવિધામાં વધારો થશે.

વધુમાં ભારે વરસાદની સ્થિતિ હોય તે દરમિયાન પડતી અગવડભરી સ્થિતિનું કાયમી નિરાકરણ થશે તેમ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts