અમરેલી તા.૨૧ જુલાઈ, ૨૦૨૫ (સોમવાર) અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ – રાજ્ય હેઠળના રાજુલા- વીજપડી, લાઠી – લીલીયા અને વિક્ટર – ડુંગર- આસરણા રોડનું સમાર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ સાથે હાલમાં રાજુલા- ડુંગર, હિંડોરણા – કાતર, બાઢડા – થોરડી અને લીલીયા – પાંચ તલાવડા રોડની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પણ વહેલી તકે પૂર્ણ કરમાં આવશે. આ રસ્તાઓનું ડામર સહિતના મટીરીયલ દ્વારા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં રસ્તા દુરસ્ત બને તે માટે તંત્ર દ્વારા ઝડપભેર કામગીરી થઈ રહી છે, જે હવે પૂર્ણતાને આરે છે.
Recent Comments