અમરેલી

અમરેલીના જેશીંગપરા થી રાધેશ્યામ હોટેલ સુધીનો રોડ નવો બનાવવા બાબત રજૂઆત કરતા : મનીષભાઈ ભંડેરી

અમરેલીના જેશીંગપરા થી રાધેશ્યામ હોટેલ સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેને લીધે વાહનચાલકોને વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ખરાબ રોડના કારણે ઇમરજન્સીની સ્થિતિમાં સમયસર દવાખાને પણ પહોચી શકાતું નથી, જેશીંગપરા થી રાધેશ્યામ હોટેલ સુધીના રોડનું અંતર કાપવું એ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન છે, અત્યંત ખરાબ રસ્તાના કારણે વાહનો પણ ખખડી જાય છે, તો લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે જેશીંગપરા થી રાધેશ્યામ હોટેલ સુધીનો રોડ નવો બનાવવા આપ સાહેબશ્રીને વિનંતી સહ ભલામણ કરુ છું.

Related Posts