૨૦૨૬ (શનિવાર) પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘરેલુ LPGનો જથ્થો જળવાઈ રહે તેમજ જાહેર જનતાને કોઈ અગવડતા ન પડે તે ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, લાઠી, દામનગર, રાજુલા અને લીલીયામાં આવેલી વિવિધ હોટલ્સ અને રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, વૃદ્ધાશ્રમો, અનાથાલય અને અન્ય સંસ્થાઓને આગામી સમયમાં PNG (ગુજરાત ગેસ)ના કનેક્શન લેવા માટે અપીલ કરવામાં આવી છે.
PNGના નવા કનેક્શન મેળવા માટે અમરેલી ખાતે સિવિલ હોસ્પિટલ રોડ ઉપર પરેશ આચાર્યની ઓફિસ ઉપર ગુજરાત ગેસ લિ.ની કચેરી, સાવરકુંડલા ખાતે ૧૬- ભાવના સોસાયટી, કબીર ટેકરી આશ્રમની બાજુમાં સાવરકુંડલા, તથા રાજુલા ખાતે શિક્ષક સોસાયટી, છતડીયા રોડે, કૈલાશ ડેરીવાળી શેરીમાં રાજુલા મો.નં. ૭૫૭૪૯ ૫૦૫૧૭ ખાતે સંપર્ક સંપર્ક કરવાનો રહેશે.
વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૯૨-૨૨૨૨૦૦ (સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦) તેમજ કસ્ટમર કેર નં. ૧૮૦૦-૧૨૩-૬૦૦૦ (સવારે ૮:૦૦ થી સાંજે ૮:૦૦) પર સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
















Recent Comments