ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, અમરેલી વિભાગ મુસાફરોને સારી સુવિધા આપવા માટે કટીબદ્ધ છે. વિભાગ દ્વારા બસ સ્ટેશન, પરિસર અને બસોની સ્વચ્છતા માટે ”સ્વચ્છતા હી સેવા” અને ”સ્વચ્છતા હી પરમો ધરમ” ઉદ્દેશને સાચા અર્થમાં સાર્થક કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એસ.ટી. નિગમના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા માટે મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે.
મુસાફરી દરમિયાન બસમાં કે બસ પરિસરમાં મુસાફરો સ્વચ્છતા જાળવે, સ્વયં શિસ્તનું પાલન કરે તે અપેક્ષિત છે. મુસાફરોએ નિયત કરેલા સ્થળોએ કચરો ડસ્ટબીનમાં નાખવો અને જ્યાં ત્યાં થૂંકીને પાન મસાલાની પિચકારી મારવી કે ગંદકી ન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જો કોઈ મુસાફર બસમાં કે સ્ટેશન પરિસરમાં ગંદકી કરતા જણાશે તો તેમની સામે પ્રસાશન દ્વારા સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રકારની સ્થિતી ટાળવા માટે મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે આરોગ્યપ્રદ વાતાવરણના નિર્માણ માટે સહયોગ આપવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી વિભાગીય નિયામકશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.

















Recent Comments