આંબાના પાકમાં ભૂકી છારાના રોગ નિયંત્રણ માટે તકેદારીના પગલા ભરવા અનુરોધ

આંબા પાકની ખેતી કરતા ખેડૂતોએ આંબા પાકમાં ફૂલ અવસ્થાએ આવતા ભૂકી છારા રોગના નિયંત્રણ માટે જરુરી પગલાઓ ભરવાના રહે છે. આંબા પર મોર આવ્યો હોય તે સમયે ૨૦ દિવસના અંતરે હેક્ઝાકોનાઝોલ ૫% ઈ.સી. ૦.૦૦૫ ટકા (૧૦ મિલી/૧૦ લિટર પાણી) અથવા પ્રોપીકોનાઝોલ ૨૫% ઈ.સી. ૦.૦૨૫ ટકા (૧૦ મિલી/૧૦ લિટર પાણી) મુજબના છંટકાવ કરવા બાગાયત ખાતા દ્વારા ભલામણ કરવામાં આવે છે, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments