શેત્રુજી નદીમાંથી રેતી ઉપાડવા બાબતે રાજ્યના મુખ્ય મંત્રીને અમરેલી જિલ્લાની શેત્રુજી નદીમાંથી કાયદેસર લીઝ ભરેલી રેતી ઉપાડવા હાઈ કોર્ટમાં અપીલ કરવા રજુઆત
અમરેલી : અમરેલી જિલ્લાના પૂર્વ ગીર જંગલને ઇકો ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતને લઈને હાઇકોર્ટ દ્વારા શેત્રુજી નદીમાંથી રેતી કાઢવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. શત્રુજી નદીનું ઉદગમ સ્થાન પૂર્વ ગીર જંગલ છે એ વાત સાચી પરંતુ આખી નદી જંગલ માંથી વહેતી નથી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના થોડા ભાગને છોડતા બાકીનો વિસ્તાર ઇકો ઝોનમાં આવતો નથી. શીતરુજી નદી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચાંચઇ – પાણિયા ગામમાં મુખ ધરાવે છે એનો અર્થ એવી નથી કે આંખે આખી નદીને ઇકો ઝોનમાં મુકવામાં આવે. નદી અમરેલી થી લઇ ભાવનગર જિલ્લામાં વહે છે
તો ખરેખર ઇકો ઝોનને બાદ કરતાં અન્ય વિસ્તાર માંથી વહેતી નદીમાંથી કાયદેસર લીઝ ભરીને રેતી ઉપાડવા પરવાનગી હાઈ કોર્ટે આપવી જોઈએ. આ અંગે સરકારશ્રી હાઈકોર્ટમાં કાયદાના ફોર્મેટમાં રહી રજુઆત કરે તે અત્યંત જરૂરી છે.હાલ અમરેલીના બાંધકામ સાથે સંકળાયેલા લોકોએ સુરેન્દ્રનગર, ગઢડા, અમદાવાદ, દુમિયાંણી કે અન્ય દૂરના સ્થળોએથી મોંઘા ભાવે રેતી લાવવી પડે છે જે આર્થિક રીતે પોસાય તેમ નથી. બીજું કે નદીમાં રેતીનો ભરાવો થતાં નદીનું તળ ઊંચું આવે છે જેના લીધે નદીનું પાણી ખેતરોમાં વહેતા ખેડૂતોને નુક્સાન થાય છે.અમરેલીનો બાંધકામ વ્યવસાય પડી ભાંગ્યો છે. કોન્ટ્રાક્ટરો – કારીગરો – મજૂરો બેકાર બની ગયા છે. નાના માણસો રોજી – રોટીના અભાવે મુંઝાઈ રહ્યા છે. આ અંગે સત્વરે ઘટતું કરી અમરેલી જિલ્લાનો બાંધકામ વ્યવસાય ફરી ધમધમતો થાય તે માટે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભા.જ.પ. અગ્રણી પ્રા.જે.એમ.તલાવીયાએ રજુઆત કરી છે.
Recent Comments