અમરેલી

વડીયા તાલુકાના સારંગપુર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા – તા.૧૫ સપ્ટેમ્બર,૨૦૨૫ સુધીમાં અરજી કરવી

વડીયા તાલુકાની સારંગપુર પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૫૨માં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકની આવશ્યકતા છે.

આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૫.૦૯.૨૦૨૫ સુધીમાં અરજી કરવી. સંચાલકની જગ્યા માટે ધો.૧૦ પાસ કે તેથી વધુ ધોરણ ૧૦ પાસ ગામમાં ન મળે તો તે જ ગામના ધોરણ ૭ પાસને પણ તક આપવામાં આવશે. 

આ જગ્યાઓ માટે નિયત નમૂનાનું અરજી પત્રક તા.૧૨.૦૯.૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન વડીયા તાલુકા મામલતદાર કચેરી ખાતેથી મધ્યાહન ભોજન શાખા (મ.ભ.યો) ખાતેથી મેળવવું.

આ અરજીપત્રક જરુરી વિગતો ભરીને આધાર સાથે તા.૧૫.૦૯.૨૦૨૫ના રોજ બપોરે ૨ વાગ્યા સુધીમાં વડીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચાડવું. આ જગ્યાઓ માટે સરકારના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે, તેમ વડીયા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts