અમરેલી

અમરેલી તાલુકાની વિવિધ શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કૂક, રસોઇયા અને મદદનીશની આવશ્યકતા – તા.૨૭ મે સુધીમાં અરજી કરવી

અમરેલી તાલુકાની વિવિધ શાળાઓમાં સંચાલક કમ કુક, રસોઈયા અને મદદનીશની આવશ્યકતા છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૭ મે, ૨૦૨૫ સુધીમાં અરજી કરવી.

અમરેલી તાલુકાની સુખનિવાસ-અમરેલી, કન્યાશાળા-૨ અમરેલી, જેસીંગપરા કન્યા શાળા, વરસડા પે સેન્ટર શાળા ઉપરાંત હનુમાનપરા, રંગપુર, પ્રતાપપરા, હરિપુરા, શેડુભાર પ્લોટ, દહીંડા, તરવડા, રીકડીયા અને મોટા માંડવડા પ્રાથમિક શાળાઓમાં પી.એમ. પોષણ કેન્દ્ર એટલે કે મધ્યાહન ભોજન કેન્દ્રમાં ૧૩ સંચાલક કમ કૂકની આવશ્યકતા છે.

માલવણ, લાલાવદર, વરસડા, સાંગાડેરી, સાજીયાવદર, ફતેપુર, મેડી, ચાંદગઢ અને નાના ગોખરવાળા પ્રાથમિક શાળામાં રસોઇયાની આવશ્યકતા છે.

વરસડા પે સેન્ટર શાળા, પ્રતાપપરા, ચાંપાથળ, ફતેપુર અને લાપાળીયા પ્રાથમિક શાળામાં મદદનીશની આવશ્યકતા છે.

સંચાલક કમ કૂકની જગ્યા માટે ધો.૧૦ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ ઉપરાંત રસોઈયા અને મદદનીશની જગ્યા માટે અનુભવ અને સ્થાનિક હોવા જોઈએ.

આ જગ્યાઓ માટે નિયત નમૂનાનું અરજી પત્રક અમરેલી તાલુકા મામલતદાર કચેરી,  જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી ખાતેથી મેળવવું. જરુરી વિગતો ભરીને આધાર સાથેનું અરજી પત્રક તા.૨૭ મે, ૨૦૨૫ના રોજ સાંજે ૪ કલાક સુધીમાં અમરેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચાડવું. ઉક્ત જગ્યાઓ માટે સરકારના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે, તેમ અમરેલી તાલુકા મામલતદારશ્રી એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts