રાજુલા તાલુકાના ઉચૈયા ગામેથી ૫૦, ભચાદરમાંથી ૫૦ અને ધારાનાનેસ ગામેથી ૭૦ લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સહિતના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે, ભારે વરસાદના પગલે રાજુલા તાલુકાના પાંચ જેટલા ગામો અસરગ્રસ્ત બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રાજુલાના ઉચૈયા ગામેથી ૫૦, ભચાદરમાંથી ૫૦ અને ધારાનાનેસ ગામેથી ૭૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ઉચૈયા ગામના કુલ ૧૦૦ લોકોનું સ્થળાંતર કરીને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. અહીં તંત્ર દ્વારા સરપંચશ્રી સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ધારાનાનેસ ગામે પણ ૫૦ લોકોનું એક સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, ભચાદર ગામના કુલ ૧૦૦ લોકોને તેમના સગા સંબંધીઓના ત્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકો માટે સ્થાનિક સ્તરે સંકલન સાધીને ફૂડપેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

















Recent Comments