fbpx
ગુજરાત

બારડોલીમાં કાદવમાંથી અંતિમયાત્રા કાઢવા રહેવાસીઓ મજબુર ઃ નગર પાલિકાએ ગટર લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો છે

બારડોલીમાં રહેવાસીઓ કાદવમાંથી અંતિમયાત્રા કાઢવા માટે મજબુર બન્યા હતા. બારડોલીમાં મુખ્ય માર્ગ પાસે નગરપાલિકાએ ગટર લાઈન માટે રસ્તો ખોડી કાઢ્યો છે. ઘણા ગિવસથી આ પરિસ્થિતી હોવાછતા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. બારડોલી નગરના મુખ્ય માર્ગ નજીક બેન્ડ વાલા ટેકરા પાસે નગર પાલિકાએ ગટર લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો છે, પરંતુ ૧૫ બારડોલીમાં રહેવાસીઓ કાદવમાંથી અંતિમયાત્રા કાઢવા માટે મજબુર બન્યા હતા. બારડોલીમાં મુખ્ય માર્ગ પાસે નગરપાલિકાએ ગટર લાઈન માટે રસ્તો ખોડી કાઢ્યો છે.

ઘણા ગિવસથી આ પરિસ્થિતી હોવાછતા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. બારડોલી નગરના મુખ્ય માર્ગ નજીક બેન્ડ વાલા ટેકરા પાસે નગર પાલિકાએ ગટર લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો છે, પરંતુ ૧૫ દિવસ વીત્યા છતાં રસ્તો સરખો કરવામાં આવ્યો નથી. જેને લઈને રહીશોને ખૂબ હાલાકી પડી રહી છે. અહીં કાદવવાળો રસ્તો હોવાથી વાહનો તો ઠીક પણ રાહદારીઓ માટે પણ ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. આ દરમિયાન અહીં સ્મશાનયાત્રા કાઢવામાં પણ લોકોને ખૂબ હાલાકી પડી હતી. લોકોએ તંત્રની આવી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

બારડોલી નગર પાલિકાએ બેન્ડવાલા ટેકરા પાસે ગટર લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ ૧૫ દિવસ વીત્યા છતાં રસ્તાને ફરીથી બનાવવામાં આવ્યો નથી અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અહીં કોઈ બીજાે વૈકલ્પિક માર્ગ પણ નથી જેથી ના છૂટકે રહીશોને અહીંથી પસાર થવું પડે છે. રસ્તા પર કાદવ હોવાથી રહીશોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, અહીં રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. આજે ૧૫ દિવસ થઇ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી, અહીં કાદવ છે અને કાદવમાં આવવું જવું પડે છે. આજે મરણ થઇ ગયું હતું અને કાદવમાંથી અંતિમયાત્રા કાઢવી પડી હતી. આ મામલે નગર પાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી અને હજુ સુધી કોઈ આવ્યું નથી.

Follow Me:

Related Posts