અમરેલી

અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન-રાજ્ય હસ્તકના રોડ-રસ્તાનું રીસર્ફેસિંગ કામ પૂરજોશમાં શરૂ

તાજેતરમાં અમરેલી જિલ્લામાં કુલ ૨૯૮.૦૮ કિ.મીના ૭૧ રસ્તાઓના રીસર્ફેસિંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. જિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ સાથે રસ્તાઓના રીસર્ફેસિંગ માટે પણ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડ-રસ્તાનું રીસર્ફેસિંગ કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યુ છે. રાજુલા તાલુકાના કાતર-કોટડી-આગરિયા રોડ પર રીસર્ફેસિંગ કામ પ્રગતિમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. નાગરિકોને સારા રોડ રસ્તાની સુવિધાઓ મળશે ઉપરાંત વાહન વ્યવહાર સુગમ બનશે.

Related Posts