રાષ્ટ્રીય

ચીન દ્વારા અમેરિકા વિરુદ્ધ જવાબી કાયર્વાહી

ચીન દ્વારા અમેરિકાની પ્રોડક્ટ્સ પર ૧૦થી ૧૫ ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી અમેરિકા પર ચીન દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ ૧૦ માચર્થી લાગુ થશેઅમેરિકા દ્વારા ચીન પર ૨૦ ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ અમેરિકા પર જવાબી કાયર્વાહીમાં અમેરિકન પ્રોડક્ટ્સ પર ૧૦થી ૧૫ ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ ૧૦ માર્ચ, ૨૦૨૫થી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઑગેર્નાઇઝેશન સમક્ષ ટ્રમ્પની ટેરિફ નીતિ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. ચીનના નાણા મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.

આ મામલે ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘આ ટેરિફ અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ, કપાસ સહિત ટોચની અમેરિકન પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આ ર્નિણયથી વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોર શરુ થયું છે. ચીનનો આ ર્નિણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ૨૦ ટકા ટેરિફ લાદવાના આદેશ બાદ લેવાયો છે. અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર ૧૫ ટકા, જ્યારે જુવાર, સોયાબીન, ફળો, શાકભાજી અને ડેરી સહિતની પ્રોડક્ટ્સ પર ૧૦ ટકા ટેરિફ લાદવામાં આવશે.‘

જાે કે, ચીને ટેરિફ ઉપરાંત અમેરિકાની ૨૫ કંપનીઓ પર નિકાસ અને રોકાણ પ્રતિબંધ પણ લાદ્યો છે. ચીને જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ચીન અમેરિકાની ૨૫ કંપનીઓ પર નિકાસ અને રોકાણ પ્રતિબંધ લાદ્યો છે. આ કંપનીઓ તાઇવાનને હથિયારો વેચે છે. ચીને અમેરિકા પર વિશ્વની સૌથી કડક એન્ટી ડ્રગ પોલિસી હોવાનો તેમજ ફેન્ટાનાઇલ બ્લેકમેઈલ કરવાનો આરોપ મૂક્યો હતો.‘ બીજી તરફ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ચીનના સત્તાધીશો ઇચ્છે છે કે, ટ્રમ્પ પ્રશાસન વાટાઘાટો મારફત આ ટેરિફનો મામલો ઉકેલે. પરંતુ ટ્રમ્પ કોઈની વાત સાંભળવા તૈયાર જણાઈ રહ્યા નથી.

Follow Me:

Related Posts