તારીખ ૧૫-૧૦-૨૫ના રોજ શ્રી એચ એન વિરાણી હાઇસ્કુલ બાઢડાના સેવકભાઈ શ્રી છગનભાઈ માંડણભાઈ બારૈયાનો નિવૃત્તિ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી ત્યારબાદ શાળાની બાળાએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. દૂર દૂરથી પધારેલા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ડો.મધુર પી બગડા સાહેબે કર્યું હતું. ત્યારબાદ પ્રમાણપત્રની વાંચન મનહરભાઈ વઘાસિયા સાહેબે કર્યું હતું ત્યારબાદ છગનભાઈને પ્રમાણપત્ર મોમેન્ટ શ્રીફળ સાકર પડો ભગવત ગીતા જેવી અમૂલ્ય ભેટ સોગાતો આપીને તેમને આ ક્ષણને યાદગાર બનાવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેમ્પસ ડાયરેક્ટર વાછાણી સાહેબ કોલેજના પ્રિન્સિપાલ કાજલબેન ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ રાઠોડ સાહેબ તથા શાળાના નિવૃત આચાર્ય માંગરોળીયા સાહેબે હાજરી આપી હતી. શિક્ષક પ્રતિનિધિ લલિતભાઈ
ચોડવડિયા સાહેબે તેમની સાથેના અનુભવોને રજૂ કર્યા હતા.
સેવકભાઈ છગનભાઈએ પોતાનું ૩૧ વર્ષનું સેવાકીય યોગદાન અને તેમના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ આ સંસ્થાના પ્રમુખ કાળુભાઈ વિરાણીએ પોતાના મનનીય પ્રવચનમાં છગનભાઈ બારૈયાનું નિવૃત્તિનું જીવન તંદુરસ્તમય રીતે વીતે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. કાર્યક્રમને અંતે આભારવિધિ શાળાના શિક્ષક બોઘરા સાહેબે કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા દમયંતીબેન ગોહિલે કર્યું હતું.


















Recent Comments