fbpx
ગુજરાત

પાટણમાં તસ્કરી કેસમાં ઘટસ્ફોટ આરોપીઓની અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત મળી

હાલ ર્જીંય્ પોલીસની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે દોડતી થઈ છે પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટઃઆરોપીઓની અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત, ર્જીંય્ પોલીસની ટીમ દોડતી થઇપાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી ૧.૨૦ લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એમાં એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત કરી છે. જે બાદ હાલ ર્જીંય્ પોલીસની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે દોડતી થઈ છે. હાલ નકલી ડૉક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના ૨ ડિસેમ્બર સુધીના તેમજ અન્ય આરોપી રૂપસિંહ ઠાકોરના ૩ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.

પાટણ જિલ્લામાં રાધનપુરના કોરડા ગામના નકલી ડો. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.૧.૨૦ લાખમાં વેચી માર્યું હતું. જાેકે તે બીમાર રહેતાં એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું. નકલી ડોક્ટરે કુશ હોસ્પિટલની ફીમેલ હેલ્થવર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું. આ નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખૂલ્યું હતું. ગત મે મહિનામાં બાળકને રાતના અંધારામાં ત્યજી દીધું હતું. પાટણ અને બનાસકાંઠા એમ બે જિલ્લામાં આ બાળતસ્કરી રેકેટના તાર ખૂલ્યા છે.

અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે. પૂછપરછમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.આ મામલે બે દિવસ પહેલાં પાટણના એસપી રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ૨૩ નવેમ્બરે બી ડિવિઝન ખાતે નીરવ મોદીએ એક ઇલીગલ ચાઈલ્ડ એડોપ્શનની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેની પૂછપરછ દરમિયાન એવું ખૂલવા પામ્યું હતું કે તે શિલ્પા ઠાકોર કામલપુર-રાધનપુરના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફીમેલ હેલ્થવર્કર છે, જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે. તે સુરેશના સંપર્કમાં આવ્યાં. ત્યાર બાદ સુરેશનો સંપર્ક કરીને એક રૂપસિંહ ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા તેમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે.

તમે આ બાળકને લઈ જાઓ, જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર રાધનપુરથી થરા હોસ્પિટલ જાય છે. ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે. નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ ફરિયાદી નીરવ મોદીનો સંપર્ક કરે છે. સંપર્ક બાદ બાળક આપવાનું નક્કી થાય છે. ફરિયાદમાં લખ્યું છે એમ ૧ લાખ ૨૦ હજારની કિંમતમાં બાળક આપવાનું હતું.એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે ડીલ થયા બાદ આશરે એક મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય, એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે.

બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર તેને ૩૦ હજાર રૂપિયા પરત આપે છે. એ બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર-ડીસા હાઈવે પર મોટા ગામની સીમમાં રાત્રિના સમયમાં બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે. એ બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો અને સરપંચ સ્થાનિક ગઢ પોલીસમાં સંપર્ક કરીને ૈંઁઝ્ર ૩૧૭ મુજબ ગુનો દાખલ કરાય છે. ૧૨ – ૫ -૨૦૨૪ના રોજ ગુનો દાખલ થયો છે. ગઢ પોલીસ સ્ટેશનના એસએચઓ દ્વારા એ બાળકને બાળશિશુગૃહ પાલનપુરને સોંપી દેવામાં આવે છે. શિશુગૃહના કર્મચારીઓ અને અધિકારી દ્વારા બાળકની સારવાર કરવામાં આવે છે. આશરે આઠથી નવ મહિનાનું બાળક હાલમાં તંદુરસ્ત હાલતમાં છે.પોલીસ દ્વારા શિલ્પા ઠાકોરની બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

જેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. શિલ્પા ઠાકોરના નિવેદનમાં જે રૂપસિંહ જેણે ઓપરેશન થિયેટરનો સર્ટિફાઈડ કોર્સ કરેલો છે, જે થરા સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો હોઈ તેની પણ પોલીસે ધરપકડ કરી હતી અને આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું હતું કે મેં સુરેશ ઠાકોર પાસેથી પૈસા આપીને બાળક લીધું હતું. એ એક તરફની ફરિયાદ હતી, પણ બાળક ક્યાંથી આવ્યું?, કોણ લાવ્યું? ક્યાં ત્યજી દેવામાં આવ્યું? એ તપાસ દરમિયાન ખૂલવા પામ્યું છે. નિષ્કા હોસ્પિટલના કર્મચારી દરજી અને સોલંકીના તપાસ દરમિયાન નિવેદન લેવામાં આવ્યા હતા. તેમની પ્રાથમિક પૂછપરછ થઈ છે. નીરવ મોદીના કહેવા મુજબ તેમના મારફત જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયો હતો. અમે ટેક્નિકલ એવિડેન્સ અને બીજા આધારપુરાવા ભેગા કરીએ છીએ,

એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન માતા-પિતાની પ્રાથમિક માહિતી મળી છે, અમે ખરાઈ કરવા માટે ડ્ઢદ્ગછ સેમ્પલ અને આગળની સાંયોગિક પુરાવા લેવાની તજવીજ ચાલુ છે. બાળકને હોસ્પિટલમાંથી વેચાતું લાવ્યા હતા.ખોટા પ્રમાણપત્ર બન્યા જન્મના એ સાંઈકૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે તેવું અમને નીરવ મોદીએ પ્રાથમિક દસ્તાવેજાે આપ્યા છે તેના પરથી પુરવાર થાય છે. પંરતુ અમે રાધનપુર નગરપાલિકા બીજી વિગતો માગવામાં આવેલી છે. સર્ટિફાઈડ નકલો આવવાની હજુ બાકી છે અને પછી જ અમે એ માલૂમ કરી શકીશું કે કોણ-કોણ આમાં સામેલ હતું. હોસ્પિટલના કયા કયા કર્મચારીઓ આમાં ઈન્વોલ હતા પછી એમાં કાર્યવાહી કરવામાં આવશે. સુરેશ ઠાકોર બોગસ ડોક્ટર હોવાની ફરિયાદ નોંધાઈ પછી જ નીરવ મોદી સામે આવ્યો છે એવા સવાલના જવાબમાં રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલાં અમને અરજી આપી હતી અને પ્રાથમિક રીતે પંદર દિવસથી ગુપ્ત રીતે તપાસ ચાલતી હતી. સુરેશ ઠાકોર સામે બોગસ ડોક્ટરનો ગુનો નોંધવામાં આવ્યો, ત્યાર બાદ આ બીજાે ગુનો નોંધવામાં આવ્યો છે.દિવ્યેશ શાહે મીડિયા મારફત જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં તે કહે છે કે એની પહેલાં માતા-પિતા અલગ હતાં અને પાછળથી અલગ છે, પોલીસ સમક્ષ એ ટાઈપનું સ્ટેટમેન્ટ નથી આપ્યું, પરંતુ અમે ફરીથી તેની પૂછપરછ કરીશું. તેણે જેટલા પણ ડોક્યુમેન્ટેશન બનાવ્યા છે એ સર્ટિફાઈડ નકલો મેળવીને આરોગ્ય વિભાગના અધિકારીઓને મોકલીશું. પીએમવાયજેમાં તેણે શું-શું કાર્યવાહી કરી છે એ અમે પીએમવાયજેના અધિકારીઓ પાસેથી માગીશું અને આગળની કાર્યવાહી કરીશું.

Follow Me:

Related Posts