કન્નૌજમાં માર્ગ અકસ્માત, કાર ડિવાઈડર સાથે અથડાઈ પછી ટ્રકે કચડી, ૫નાં મોત
કન્નૌજમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ ડોક્ટરો, એક લેબ ટેક્નિશિયન અને સૈફઈ મેડિકલ કોલેજના એક ક્લાર્કનું મોત થયું હતું. બુધવારે સવારે ૩.૩૦ વાગ્યે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર આ અકસ્માત થયો હતો. ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડી રહેલી સ્કોર્પિયો ડિવાઈડર સાથે અથડાઈ, બે વાર પલટી ગઈ અને બીજી લેનમાં આવી ગઈ. ત્યારે ટ્રકે સ્કોર્પિયોને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે સ્કોર્પિયો કેટલાય મીટર સુધી ખેંચાઈ ગઈ હતી. સ્કોર્પિયોમાં ૬ લોકો હતા, ૫ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકની હાલત નાજુક છે.
મૃત્યુ પામેલા ત્રણેય તબીબો સૈફઈ મેડિકલ કોલેજમાંથી પીજી કરી રહ્યા હતા. મંગળવારે એક લગ્નમાં હાજરી આપીને લખનૌથી પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે ડ્રાઈવર ઊંઘી જવાથી અને વધુ ઝડપને કારણે અકસ્માત થયો હતો. સ્કોર્પિયોએ પહેલા ડિવાઈડર તોડી નાખ્યું અને પછી પલટી ખાઈને બીજી લેનમાં પહોંચી. તે લેનમાં પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે સ્કોર્પિયોને ટક્કર મારી હતી. સવારે ૩ઃ૪૩ વાગ્યે કંટ્રોલ રૂમ નંબર પર અકસ્માતની માહિતી મળી હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે સ્કોર્પિયો ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કોઈક રીતે વાહનને કાપીને તમામ મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં જ મેડિકલ કોલેજ યુનિવર્સિટીનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દરેકને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ૫ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા.
Recent Comments