અમરેલી

કેન્દ્રીય ૫૦.૬૫.૩૪૫ કરોડ ના બજેટ માં ગરીબ અને માધ્યમ વર્ગ ની ઉન્નતિ નો રોડ મેપ વરિષ્ઠ વેપારી ભાજપ અગ્રણી રફીકભાઈ હુનાણી

દામનગર વરિષ્ઠ વેપારી જાહેર વહીવટ અંગે નિપુણ ભાજપ અગ્રણી રફીકભાઈ હુનાણી એ ભારત સરકાર ના બજેટ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે  તાજેતર માં કેન્દ્ર સરકાર ના પચાસ લાખ પાસઠ હજાર ત્રણસો પિસ્તાલીસ હજાર કરોડ ના બજેટ માં ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો માટે મારા જાહેર જીવન દરમ્યાન સર્વોત્તમ કહી શકાય તેવું આ બજેટ છે ગહન અભ્યાસુ ભાજપ અગ્રણી રફીકભાઈ હુનાણી એ જણાવ્યું કે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર જલ મિશન કિસાન સન્માન પ્રધાન મંત્રી ગ્રામીણ આવાસ સમગ્ર શિક્ષણ હેલ્થ મિશન પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના આંગણવાડી પ્રધાન મંત્રી સૂર્યા યોજના આજીવિકા મિશન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પાછળ ખૂબ મોટી જોગવાઈ એટલે ગ્રામ્ય વિસ્તારો માં પ્રાણ પૂરતી કહી શકાય

વર્ષ ૨૦૨૪/૨૫ માં પ્રધાન મંત્રી શહેરી યોજના પાછળ ૧૫૧૭૦ કરોડ થી વધારી ૨૩૨૯૪ કરોડ એટલે કે ૫૩.૬% નો વધારો કરી શહેરી વિસ્તાર માં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ વધુ પાકા મકાન લોકો ને મળશે પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ ૨૦૨૪/૨૫ માં ૩૨૪૨૬ કરોડ થી વધારી ૫૪૮૩૨ કરોડ એટલે ગત વર્ષ કરતા ૬૯.૧% નો વધારો ગામડા ઓમાં ગરીબ પરિવારો ને વધુ પાકા ઘર મળશે નવા રોજગાર ક્ષેત્રે ગત વર્ષે ૬૭૯૯ કરોડ ની જોગવાઈ થી વધારી ૨૦.૦૦૦ કરોડ એટલે ૧૯૪.૧% જેવો ભારે વધારો આમ દરેક ક્ષેત્રે કેન્દ્રીય બજેટ માં વૃદ્ધિ કરાય છે પણ ખાસ નાના મધ્યમ અને ગરીબ પરિવારો અને રોજગાર જેવા ક્ષેત્રે મહત્વ પૂર્ણ બજેટ જોગવાઈ સર્વોત્તમ છે ઇન્ફટ્રેકચર આરોગ્ય શિક્ષણ સંરક્ષણ પરિવહન જેવા અનેક ક્ષેત્રે આયોજન બદ્ધ બજેટ જોગવાઈ ઉપરાંત નાના મધ્યમ ગરીબ પરિવારો અને ગ્રામ્ય વિસ્તાર ની ઉન્નતિ માટે અકસીર રૂપ બજેટ ગણાવ્યું હતું નાના માં નાની અભણ વ્યક્તિ સમજી શકે તેવી સહજ રીતે બજેટ અંગે વિસ્તૃત અવગત કરતા હુનાણી એ જણાવ્યું હતું કે આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગી પરિવારો માટે ઉન્નતિ નો રોડ મેપ બની રહેનારું છે

Related Posts