ગુજરાત

મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજાેશમાં પ્રગતિમાં છે.
નેશનલ હાઇવે ૪૭(દ્ગૐ૪૭) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે.
જે અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭(દ્ગૐ૪૭) પર બગોદરા પાસે માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સાથે જ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭(દ્ગૐ૪૭) પર અન્ય છૂટા છવાયા પેચવર્કની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ૪૭ પર વરસાદથી પ્રભાવિત માર્ગોના રીપેરીંગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદની ટીમો સતત પ્રયાસરત છે.
જેસીબી, રોલર, ડમ્પર, ગ્રેડર, ટ્રેકટર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્ગૐ ૪૭ પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી છે.

Related Posts