અમરેલી

ડામર, મેટલ, સહિતના મટિરિયલથી રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી

અમરેલીતા.૧૦ જુલાઈ૨૦૨૫ (ગુરુવાર)  અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી માર્ગ અને મકાન પંચાયત હેઠળના અસરગ્રસ્ત બનેલા ૧૬ જેટલા રસ્તાઓ દુરસ્ત કરવામાં આવ્યા છે.

સમારકામની આવશ્યકતા હતી તેવા આ રસ્તાઓને તેની આવશ્યકતા મુજબ ડામર, મેટલ, મોરમ વગેરે મટિરિયલથી પેચવર્ક કરવામાં આવ્યું છે.

માર્ગ અને મકાન પંચાયત દ્વારા અમરેલી જિલ્લામાં ૧૬ જેટલા રસ્તાઓની મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લાના વીજપડી – ડેડકડી રોડ, ડેડકડી એપ્રોચ રોડ, મઢડા – જાંબુડા રોડ, ઘોબા- નુરાપીર, ફીફાદ – ઘોબા – પીપરડી, રંગપુર – સણોસરા, પાડરશીંગા એપ્રોચ રોડ, હાથીગઢ થી રેલવે સ્ટેશન, પૂતળીયા- મોટા કણકોટ, ગુંદરણ- પાંચ તલાવડા, રાજુલા – નાના રીંગણયાળા, ઊંટીયા – ગાંજાવદર- રાજપરડા, રાજુલા- વડાલી ડુંગર રોડ, ડુંગર-ઝિંઝકા રોડ અને વાવેરા એપ્રોચ રોડના સમારકામને લગતી કામગીરી બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવી છે.

તાજેતરમાં થયેલા વરસાદથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓનું મરામત કાર્ય પૂર્ણ કરવા માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. નાગરિકોને પરિવહનમાં સરળતા રહે તે માટે જરુરી કામગીરી પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહી છે, તેમ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયત દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts