ગુજરાત

મૃતકોના પરિવારોને રૂપિયા ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય ચૂકવાઈ

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત આજે ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂયિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સહાય તત્કાળ મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે આજે ચૂકવી આપવામાં આવી હતી. ઉપલબ્ધ યાદી મુજબ, હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને ૧૫ મૃતકોના પરિવારો નો સમાવેશ થાય છે.
આ મુલાકાત વેળા એ સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્યએ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુર્ઘટના બદલ દુ:ખ વ્યક્ત કરતા ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
આ ચેક વિતરણ સમયે સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts