રાષ્ટ્રીય

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો!

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (CBI)એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રિજનલ ઓફિસર રીતેન કુમાર સિંહના ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કર્યો છે. સીબીઆઈની ટીમે અધિકારીના ઘર અને ઓફિસ પર દરોડો પાડ્યો છે, જેમાં નોટોનો ભંડાર અને કરોડોની બેનામી સંપત્તિ મળી આવી છે.સીબીઆઈએ 14 ઓક્ટોબરે રીતેનને એક ખાનગી કંપનીના પ્રતિનિધિ પાસેથી 10 લાખની લાંચ લેતા પકડી પાડ્યો હતો. સીબીઆઈએ કહ્યું કે, અધિકારીએ આસામ સ્થિત નેશનલ હાઈવે-37 સંબંધીત કોન્ટ્રાક્ટનો સમયગાળો વધારવા માટે 10 લાખની લાંચ માંગી હતી. સીબીઆઈએ રીતેન અને ખાનગી કંપનીના પ્રતિનિધિ વિનોદ કુમાર જૈનની ધરપકડ કરી છે.સીબીઆઈએ આકરી પૂછપરછ કરતા રીતેને લાંચ માંગી હોવાની કબૂલાત કરી છે. ત્યારબાદ ટીમે ગુવાહાટી, ગાઝિયાબાદ અને ઈમ્ફાલ સહિતના સ્થલોએ દરોડા પાડ્યા છે, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ અને રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે.દરોડામાં સીબીઆઈને શું શું મળ્યું?

6 હાઈ-એન્ડ લક્ઝરી ગાડીઓના ડોક્યુમેન્ટો, બે મોંઘી ઘડિયાળો અને 100 ગ્રામની ચાંદીની બારસીબીઆઈએ કહ્યું કે, ‘દરોડામાં હાથ લાગેલી સંપત્તિ અને દસ્તાવેજો મોટાભાગે આરોપી અધિકારી અને તેના પરિવારના નામે ખરીદવામાં આવ્યા છે. દસ્તાવેજોમાં લખાયેલી કિંમત વાસ્તવિક કિંમતથી ઘણી વધુ હોવાનો અંદાજ છે. બંને આરોપીઓને ગુવાહાટીની સ્પેશિયલ સીબીઆઈ જજ સમક્ષ રજૂ કરાયા હતા, જ્યાંથી તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવાયા છે.

રૂ. 5 કરોડ રોકડા

1.5 કિલો સોનું

22 લક્ઝુરિયસ ઘડિયાળ

દિલ્હી-NCRમાં 9 લક્ઝરી એપાર્ટમેન્ટ, એક પ્રીમિયમ ઓફિસ સ્પેસ અને ત્રણ રહેણાંક પ્લોટના દસ્તાવેજો

ગુવાહાટીમાં ચાર પ્રીમિયમ ફ્લેટ્સ અને બે પ્લોટ્સ

બેંગલુરુમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ અને એક પ્લોટ

ઈમ્ફાલ વેસ્ટમાં બે હોમસ્ટેડ પ્લોટ અને એક ખેતીની જમીન

Related Posts