અમરેલી

સાવરકુંડલાની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે 55 કરોડની મંજુરી, આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સરકારી કે. કે. હોસ્પિટલના આધુનિકરણ માટે વિધાનસભાની જનતાને આધુનિક
સુવિધાઓ પ્રદાન કરવા માટે, સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સરકારશ્રી સામે રજૂઆત કરી 55
કરોડ રૂપિયાનું અનુમોદન કરાવ્યું છે. આ વિશાળ રકમથી કે. કે. હોસ્પિટલમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી સાવરકુંડલા અને
આસપાસના વિસ્તારના લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળશે.
આ નવા અધ્યતન પ્રયાસો હેઠળ, સરકારી કે. કે. હોસ્પિટલમાં 300 યુનિટની સ્ટોરેજ ક્ષમતા સાથે બ્લડ બેંક ટૂંક
સમયમાં કાર્યરત થશે. આ બ્લડ બેંક દ્વારા દર્દીઓને જરૂરિયાત સમયે લોહી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સાવરકુંડલાની હોસ્પિટલને જિલ્લાવર
કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેમાં 200 બેડનો વધારો થશે અને 50 બેડની ક્રિટિકલ કેર સુવિધાઓ સાથે આધુનિક
લેબ પણ ઉપલબ્ધ થશે.
સાવરકુંડલાની વિધાનસભાની જનતાને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સેવાઓ અને આધુનિક સુવિધાઓ આશીર્વાદ રૂપ
સબિત થશે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલના આધુનિકરણ માટે 55 કરોડની મંજૂરી મેળવવા બદલ, તાલુકા પંચાયત પ્રમુખ જીતુ ભાઈ
કાછડિયા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને જાગૃત ધારાસભ્ય શ્રી
મહેશભાઈ કસવાલાનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.
વિશ્વસનીયતા અને સત્વરતા સાથે, આ પહેલાના પરિણામે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય
સેવાઓનો ગુણવત્તાવાળો વિકાસ થશે, જે લોકો માટે વધુ આરોગ્યપ્રદ અને સુખી જીવન માટે અભિપ્રેરણા બની રહેશે.

Follow Me:

Related Posts