રૂ. ૬૦૦૦ કરોડની બેંક છેતરપિંડી : ઇડીના પશ્ચિમબંગાળમાં દરોડા
૬૦૦૦ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોલકાતા અને હાવડામાં ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડયા હતાં તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ દરોડા ઉદ્યોગપતિના રહેઠાણ અને કાર્યાલયોમાં પાડવામાં આવ્યા હતાં. અધિકારીએ જણાવ્યું બતિં કે કેસની તપાસ દરમિયાન આ અપરાધમાં અનેક શેલ કંપનીઓ અને એજન્સીઓ મળી આવી છે. આ વ્યકિત આવી જ એક એજન્સીના ડાયરેક્ટર છે. અમે આ અપરાધ સાથે સંકળાયેલા લોકોને શોધવા અને કેટલા નાણાની છેતરપિંડી કરવામાં આવી તે શોધવા આ દરોડા પાડી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ઇડીએ કોનકાસ્ટ સ્ટીલ અને પાવરના પ્રમોટર સંજય સુરેકાની આ કેસમાં ધરપકડ કરી હતી. એજન્સીએ તેમની પાસેથી ૪.૫ કરોડ રૂપિયાની જ્વેલરી અને વિવિધ વિદેશી વૈભવી કારો જપ્ત કરી હતી. ઝારખંડમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં છેતરપિંડી કરનાર ઉદ્યોગપતિની ધરપકડ પછી આ કેસ ૨૦૨૨માં નોંધવામાં આવ્યો હતો.
Recent Comments