અમરેલી

ધારીના ગીગાસણ ગામે પ્રાથમિક શાળામાં રૂ. ૯૭ હજારની ચોરી

ધારીના ગીગાસણ ગામે પ્રાથમિક શાળામાંથી રૂપિયા ૯૭ હજારની ચોરી થઈ હતી. બનાવ અંગે શીવડ ગામે રહેતા નિલેશભાઈ કેશુભાઈ મકવાણા (ઉ.વ.૩૪)એ ગીગાસણ ગામના મગનભાઈ સાવલિયાના પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી ગીગાસણ ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની ઓફિસના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ રોકડ રૂ.૯૭,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

Related Posts