રાઇટ ટુ એજયુકેશન પોલિસી હેઠળ રાજયના અંત્યોદય પરિવારના તેજસ્વી બાળકોને આગમી સત્રમાં ધો-૧ માં નિયમાનુસાર પ્રવેશ મળે અને આવા બાળકોના વાલીઓને કોઇ જ મુશ્કેલી ન પડે, એ માટે અમરેલી સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણતંત્ર સાથે તાબડતોબ મીટીંગ કરી નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જિલ્લા શિક્ષણતંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રજાલક્ષી વહીવટ અભિગમનો યોગ્ય અમલ થાય અને અંત્યોદય પરિવારના તેજસ્વી બાળકો ફી ન ભરી શકવાના કારણે ઉત્તમ શિક્ષણથી
વંચિત ન રહે, એ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પાસેથી આ મીટીંગમાં કૌશિક વેકરિયાએ જરૂરી વિગતો મેળવી હતી. સાથે આવા બાળકોના વાલીને પોતાના બાળકના પ્રવેશ સંદર્ભે કોઇ મુશ્કેલી ન પડે અને લાયક બાળકોને સુગમતાથી પ્રવેશ મળે એ માટે કૌશિક વેકરિયાએ જરૂરી E:\KEY\APR\PS BIG.DOCX સૂચનાઓ આપી હતી એમ તેઓશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
RTE અંતર્ગત અંત્યોદયના તેજતસ્વી બાળકોને પ્રવેશ મેળવવામાં કોઇમુશ્કેલી ન પડે એ માટે જિલ્લા શિક્ષણતંત્રને જરૂરી સૂચના આપતા કૌશિક વેકરિયા

Recent Comments