fbpx
અમરેલી

RTE પ્રવેશ માટે તા.૧૦ થી તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

RTE ACT-2009 અંતર્ગત RTE પ્રવેશ માટે તા.૧૦ એપ્રિલ થી ૨૨ એપ્રિલ, ૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પરથી ભરી શકાશે. વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની નકલ પોતાની પાસે રાખવાની રહે છે અને તે ક્યાંય જમા કરાવવાની નથી. અરજીકર્તા અને વાલીઓ માટે કેટલીક સૂચનાઓ છે તે ખાસ ધ્યાને લેવાની રહે છે.

(૧) આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ અપ્રુવ્ડ (મંજુર) થઈ ગયું છે, તે પ્રકારનો મેસેજ આવે તો આપને આર.ટી.ઈ.અંતર્ગત રાહ જોવા જણાવવામાં આવે છે. (૨) જો આપના રજીસ્ટર્ડ મોબાઈલમાં આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ ચોક્કસ આધાર પુરાવાઓને કારણે નામંજૂર કરવામાં આવ્યું છે, તે પ્રકારનો મેસેજ આવે તો આપ  https://rte.orpgujarat.com/ પર જઈને અરજીની સ્થિતિ પસંદ કરી એપ્લિકેશન નંબર તથા જન્મ તારીખ નાંખી નામંજૂર થવાની વિગતો મેળવી શકશો. માત્ર અમાન્ય થયેલ અરજીઓમાં ખૂટતા દસ્તાવેજો અપલોડ કરવા માટે અરજદારોને પુન: તક આપવા માટેનો સમયગાળો તા.૨૫ એપ્રિલ થી તા. ૨૭ એપ્રિલ,૨૦૨૩ સુધીનો રહેશે. આ વિગતોના પૂર્તતા સહ આધારો સાથે અગાઉના જ મોબાઈલ નંબરથી નવું ફોર્મ ભરવું એટલે તે જ રજીસ્ટર્ડ મોબાઈલમાં ૪ અંકનો ઓ.ટી.પી. આવશે, જેના આધારે જુનું ફોર્મ કેન્સલ થઈ જશે અને નવું ફોર્મ ભરી શકાશે. આ પ્રક્રિયા આપ ઓનલાઈન અરજી કરવાના સમય સુધી કરી શકશો.

(૩) જો આપના રજીસ્ટર્ડ મોબાઈલમાં આ પ્રકારે કોઈ મેસેજ હજુ સુધી આવેલ નથી,તો હજુ (સંભવિત તા.૦૩ મે,૨૦૨૩) સુધી રાહ જોવા તથા ટેક્નિકલ કારણોસર મેસેજ મળ્યો ન હોય તો તે https://rte.orpgujarat.com/  વેબસાઇટ પર અરજીની સ્થિતિમાં એપ્લિકેશન નંબર તથા જન્મ તારીખ નાંખી આપના ફોર્મની સ્થિતિ જોવા જણાવવામાં આવે છે, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી,અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts