ગુજરાત

RTE Act – 2009 અંતર્ગત શરૂ થનાર RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઇ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ -૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટેનાં તા.૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ સુધી http://rte.orpgujarnt.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે, અરજી સાથે ક્યા ક્યા આધાર પુરાવા, ક્યા અધિકારીના રજુ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર – પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ સ્વચ્છ અને સ્પષ્ટ જોઈ શકાય તે રીતે સ્કેન કરી અપલોડ કરવા તથા ફોર્મ ભરતી વખતે ભાવનગર ગ્રામ્યની શાળાઓ પસંદ કરવા જિલ્લા તરીકે BHAVNAGAR (ભાવનગર ગ્રામ્ય) પસંદ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાનાં થતા નથી. વધુમાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ઉભી થાય અથવા અનાધિકૃત પ્રવૃત્તિ થતી હોવાનું માલુમ પડે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી – જિલ્લા પંચાયત ભાવનગર હેલ્પ લાઈન નંબર (૦૨૭૮)-૨૫૨૩૫૮૨ સવારે ૧૧:૦૦ થી ૬:૦૦ (રજાના દિવસો સિવાય) નો સંપર્ક કરી ખરાઈ કરવી તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.

Related Posts