અમરેલી

બગસરામાં ડાયાલીસીસ સેન્ટર આપવાનું આરોગ્યમંત્રીની વાતનું સુરસુરીયુ

બગસરામાં ત્રણ મહિના પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. તે સમયે આરોગ્યમંત્રીએ એક મહિનામાં ડાયાલીસીસ સેન્ટર આપવાની જાહેરમાં વાત કરી હતી પરંતુ આ વાતને ત્રણ મહિના થયા છતાં પણ હજુ ડાયાલીસીસ સેન્ટર માટે કોઈ કાર્યવાહી ન થતા આપ આગેવાન
કાંતિભાઈ સતાસીયાએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને પત્ર પાઠવ્યો છે. બગસરામાં ત્રણ મહિના પહેલા રૂ.૪.પ૦ કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઋષિકેશ પટેલે જાહેર મંચથી વાત ઉચ્ચારી હતી કે એક મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર ખોલવામાં આવશે.
જા કે ત્રણ મહિના બાદ પણ હજુ ડાયાલીસીસ સેન્ટર માટે કોઈ કામગીરી ન કરવામાં આવતા આપ આગેવાન કાંતિભાઈ સતાસીયાએ સવાલ ઉઠાવ્યા છે. કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, બગસરા તેમજ આજુબાજુના ગામના દર્દીઓ ડાયાલીસીસ માટે અમરેલી, કુંકાવાવ જાય છે. સરકારે આવી અદ્યતન hopsital બનાવી છે પરંતુ વાયદા મુજબ ડાયાલીસીસ સેન્ટર ખોલવામાં આવ્યું. નથી તેમજ અદ્યતન હોસ્પિટલમાં ઓર્થોપેડીક, સર્જન, એમ.ડી. સહિતના ડોકટરો પણ નથી ત્યારે દર્દીઓની જરૂરીયાતને ધ્યાને રાખી ડાયાલીસીસ સેન્ટર અને સ્પેશ્યાલીસ્ટ ડોકટરો મુકવા માટે કાંતિભાઈ સતાસીયાએ રજૂઆત કરી છે.

Related Posts