મોડાસામાં ફરજમાં બેદરકારી બદલ રૂરલ પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કર્યા
મોડાસામાં રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ૈંય્ વિરેન્દ્રસિંહ યાદવે ઁૈં જી.એચ. ગૌસ્વામીને સસ્પેન્ડ કર્યા. મોડાસામાં રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ૈંય્ વિરેન્દ્રસિંહ યાદવે ઁૈં જી.એચ. ગૌસ્વામીને સસ્પેન્ડ કર્યા. પોલીસ ઈન્સ્પેક્ટર સામે ફરજમાં બેદરકારી બદલ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. સાયબર ક્રાઈમની ટીમે મોડાસાથી દારૂ ભરેલ ટ્રક ઝડપી હતી. આ વિસ્તારમાં ગુનાહીત પ્રવૃત્તિઓ પર અંકુશ અને નિયંત્રણની જવાબદારી પોલીસ સ્ટેશનના ઇનચાર્જની હોય છે. સાયબર ટીમે દારૂ ભરેલ ટ્રક પકડી તો ફરજ પરના ઁૈં તેમની ફરજ કેવી રીતે ચૂકી ગયા.
જેને લઈને સવાલ ઉઠતા વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. રાજ્યમાં વધતા ગુનાને લઈને પોલીસ વિભાગ સાથે ક્રાઈમ પોલીસ પણ વોચ રાખી રહી છે. સાયબર ક્રાઈમની ટીમને માહિતી મળી કે મોડાસામાં એક ટ્રકમાં દારુનો જથ્થો છે. અને બાતમીના આધારે ક્રાઈમ પોલીસે તત્કાલ કાર્યવાહી કરી દારુ ભરેલ ટ્રક ઝડપી પાડી. આ સાથે ટ્રક ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની અટકાયત કરી પોલીસ વધુ પૂછપરછ કરશે. જણાવી દઈએ કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આસપાસના રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાની ગતિવિધિઓ વધી છે. અનેક વખત દારૂ અને ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
છતાં પણ અસમાજિક તત્ત્વો યુવાધનને બરબાદ કરવા ગમે તે ભોગે દારુ અને ડ્રગ્સ ઘુસાડવાના પેંતરા રચતા હોય છે. તાજેતરમાં સાયબર ક્રાઈમની ટીમે મોડાસાથી દારૂ ભરેલ ટ્રક ઝડપી હતી. અને આ વિસ્તાર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યારે સવાલ એ થાય કે લોકલ પોલીસને આની કેમ જાણ નહોતી ? શું લોકલ પોલીસ પોતાની ફરજ ભૂલી ગઈ કે પછી રૂપિયા લઈ ટ્રકને જવા દેવામાં આવી ? આવા અનેક સવાલો નાગરિકોને થાય છે. પોલીસ સ્ટેશનની હદમાં જ દારૂની હેરાફેરી રોકી શકાતી નથી તો પછી રાજ્યમાં એવા કેટલા અને કયાં સ્થાનો છે જ્યાં દારૂને છુપાડવામાં આવ્યો હોઈ શકે ? હાલમાં મોડાસાથી દારૂ ભરેલ ટ્રક મામલે ગાંધીનગર ૈંય્ રેન્જ વિરેન્દ્રસિંહ યાદવે ઁૈં ગૌસ્વામીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા. આ પગલાં લઈ ઉચ્ચ પોલીસ અધિકારીએ સાબિત કર્યું છે કે પોલીસ વિભાગમાં કામ કરનાર કોન્સ્ટેબલથી લઈને તમામ અધિકારીઓએ પોતાની ફરજને લઈને વધુ સતર્ક રહેવું પડશે. દારૂ મામલે ઁૈંને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.
Recent Comments