રશિયાનો યૂક્રેન પર હુમલો, ૯૧ મિસાઈલ અને ૯૭ ડ્રૉનનો ઉપયોગ કર્યો
રશિયન સેનાએ યૂક્રેન પર હુમલો કરતા દેશ અંધારામાં જીવવા માટે મજબૂર બન્યો રશિયન સેનાએ ગત ગુરુવારે (૨૮ નવેમ્બર) રાત્રે યૂક્રેન પર મોટો હુમલો કર્યો હતો, જેના કારણે આખો દેશ અંધારામાં જીવવા માટે મજબૂર હતો. આ સમયગાળા દરમિયાન રશિયાએ ૯૧ મિસાઈલ અને ૯૭ ડ્રૉનનો ઉપયોગ કર્યો હતો. હુમલા પર, યૂક્રેને કહ્યું કે તેમાંથી ૧૨ આવા લક્ષ્યોને નિશાન બનાવ્યા, જેમાંથી મોટા ભાગના એનર્જી અને ફ્યૂલ સેન્ટરો હતા. જેના કારણે લગભગ ૧૦ લાખ લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા હતા. યૂક્રેન દ્વારા રશિયાના પ્રદેશ પર છ્છઝ્રસ્જી મિસાઈલનો ઉપયોગ કર્યા બાદ રશિયાએ આ હુમલો કર્યો છે, જે અમેરિકા દ્વારા આપવામાં આવી હતી.
છ્છઝ્રસ્જી એક બેલેસ્ટિક મિસાઈલ છે, જે લાંબા અંતર પર હુમલો કરવામાં સક્ષમ છે. એજન્સીના રિપોર્ટ અનુસાર, યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ચિંતા વ્યક્ત કરી છે. અગાઉ તેમણે નાટોના મહાસચિવ માર્ક રુટ્ટે, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કૉલ્ઝ સહિત પશ્ચિમી નેતાઓ પાસેથી મદદની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે યૂક્રેન બે વર્ષથી વધુ સમયથી રશિયા સાથે યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન તેને ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. જાે કે, તેના સહયોગીઓની મદદથી તે રશિયા જેવા શક્તિશાળી દેશ સામે ટકી રહેવા સક્ષમ છે. ગઈરાતના હુમલા પહેલા રશિયાએ ૨૫ નવેમ્બરના રોજ રાતોરાત યૂક્રેન પર ૧૮૮ લડાયક ડ્રૉન પણ છોડ્યા હતા. એવું માનવામાં આવે છે કે બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ રશિયાનો આ સૌથી મોટો ડ્રૉન હુમલો હતો. યૂક્રેનિયન વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડ્રૉન સિવાય, રશિયાએ ચાર ઇસ્કેન્ડર-એમ બેલેસ્ટિક મિસાઇલ પણ છોડ્યા હતા, જ્યારે યૂક્રેનિયન એર ડિફેન્સ સિસ્ટમે ૧૭ વિસ્તારોમાં ૭૬ ડ્રૉન તોડી નાખ્યા હતા, જ્યારે ૯૬ અન્ય લોકો સાથે સંપર્ક તૂટી ગયો હતો.
Recent Comments