ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર કડક પગલાં ભર્યા છે. આ દરમિયાન પાકિસ્તાન સ્થિત રશિયાના દૂતાવાસે પોતાના નાગરિકોને પાકિસ્તાન નહીં જવા ચેતવણી આપી છે. દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે હાલમાં પાકિસ્તાનની યાત્રા ના કરો. રશિયાના દૂતાવાસે એક નિવેદનમાં તેના નાગરિકોને કહ્યું છે કે, હાલમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવભરી સ્થિતિ છે.
પાકિસ્તાન સ્થિત રશિયન દૂતાવાસે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખીને પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. જેમાં કહ્યું છે કે, ભારતમાં પહેલગામ હૂમલા બાદ બંને દેશોના અધિકારીઓ વચ્ચે આક્રમક નિવેદનો શરૂ થયાં છે.આવા માહોલમાં પાકિસ્તાનની યાત્રા ના કરે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી નાગરિકોએ પાકિસ્તાનની યાત્રા કરતાં રોકાઈ જવું જાેઈએ.
આ પહેલા રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મોકલેલા પોતાના સંદેશમાં પહલગામ હૂમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અપરાધને ક્યારેય ન્યાયની રીતે ઉચિત ના ઠેરવી શકાય. દોષિતોને સજા મળશે. પુતિને આતંકવાદ સાથે લડવા માટે ભારત સાથે ઉભા રહેવા અને સહયોગ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ હૂમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.
પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે એડવાઇઝરી જારી કરી, કહ્યું ‘રશિયન નાગરિકો પાકિસ્તાન આવવાથી બચો’

Recent Comments