fbpx
બોલિવૂડ

S S રાજામૌલી અને શાહરૂખખાન TIMEની ૧૦૦ પ્રતિભાશાળી લિસ્ટમાં થયા સામેલ

ટાઈમ મેગેઝિને હાલમાં જ દુનિયાના ૧૦૦ સૌથી પ્રતિભાશાળી લોકોની લિસ્ટ શેર કરી છે. ખાસ વાત એ છે કે, તેમાં ફક્ત બે ભારતીયનું નામ સામેલ છ. તે કોઈ બીજું નહીં પરંતુ, બોલિવૂડના કિંગ શાહરુખ ખાન અને દિગ્ગજ ફિલ્મમેકર એસ.એસ.રાજામૌલી છે. તેના સિવાય લેખન સલમાન રુશ્દી, અમેરિકી રાષ્ટ્રપિત જાે બિડેન, કિંગ ચાર્લ્સ, સ્ટાર આઈકન બેલા હદીદ, અરબપતિ એલોન મસ્ક અને ફેમસ સિંગર બેયોંલે પણ લિસ્ટમાં સામેલ છે. તમને જાણીને ખુશી થશે કે, થોડા દિવસો પહેલા ્‌ૈંસ્ઈ મેગેઝિને ૨૦૨૩ ્‌ૈંસ્ઈ૧૦૦ પોલ કરાવ્યુ હતું જેમાં દુનિયાના પ્રભાવશાળી વ્યક્તિને લિસ્ટ કરવામાં આવી હતી. આ પોલમાં શાહરુખ ખાને બાજી મારી લીધી છે અને નંબર વન પર આવી ગયા છે. એવામાં એ કહેવું ખોટું નહીં હોય કે, શાહરુખ ખાન બોલિવૂડના એવા સુપરસ્ટાર છે જેની ફેન ફોલોઇંગ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. તો વળી,

જાે વાત દિગ્ગજ ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલીની કરીએ તો ફિલ્મ આરઆરઆર એ દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. તેમની આ ફિલ્મના ગીત ‘નાટૂ નાટૂ’ને હાલમાં જ ઓસ્કાર મળ્યો છે. ત્યારબાદ દેશમાં જ નહીં વિદેશમાં પણ આ ગીત ધૂમ મચાવતું જાેવા મળે છે. આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કર્યુ હતું. એટલું જ નહીં ઓટીટી પર પણ ધમાલ મચાવી હતી. આ ફિલ્મ દુનિયાભરમાં ૧૦૦૦ કરોડથી પણ વધારે કમાણી કરી ચુકી છે. તેે ભારકની ઘણી સુપરહિટ ફિલ્મોને કમાણીના મામલે પાછળ મુકી દીધી છે. જાે ગયા વર્ષની એટલે કે ૨૦૨૨ની વાત કરીએ તો તેમાં કાશ્મીરી એક્ટિવિસ્ટ ખુર્રમ પરવેઝ, બિઝનેસ મેન ગૌતમ અદાણી અને સુપ્રીમ કોર્ટના વકીલ કરુણા નંદીનું નામ હતું.

Follow Me:

Related Posts