અમરેલી

સા વિદ્યા વિમુકતયે. ભાલતીર્થ કેળવણી મંડળ ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા સંકુલ માં ક્રાંતિકારી સ્વામી આત્માનંદ સરસ્વતીજી ની નિશ્રા માં વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ કરાશે

દામનગર ના ભાલવાવ કેળવણી ક્ષેત્રે અવલ્લ પરિણામ થી શિક્ષણ જગત ની શાન ગણાતી  ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા પરિવાર ના વિવિધ સંકુલો નું ક્રાંતિકારી સ્વામી આત્માનંદ સરસ્વતીજી ની પાવન નિશ્રા માં તા ૨૬/૧૦/૨૫ ને રવિવારે લોકાર્પણ કરાશે ઉદાર દિલ દાતા પરિવારો કેળવણી રત્નો રાજસ્વી અગ્રણી ઓ ગણમાન્ય અધિકારી શ્રી ઓ વિશાળ ઉપસ્થિતિ માં મુખ્ય ભવન કેમ્પસ કોમ્પ્યુટર રૂમ્સ મેઈન પ્રવેશદ્વાર સરદાર વલ્લભભાઈ પટેલ મૂર્તિ અનાવરણ સહિત નું સંવત ૨૦૮૨ ના કારતક સુદ પાંચમ ને રવિવારે ભાલ તીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા પરિસર માં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે વેરાન વગડા વચ્ચે શિક્ષણ ની જ્યોત પ્રજલિત કરી જનાર સ્વ ઉકાભાઈ વિરાણી સ્વ નારણભાઈ વિરાણી સહિત ના કેળવણી પ્રેમી ઓ દૈહિક રૂપે આપણી વચ્ચે નથી પણ જન માનસ સદાકાળ જીવંત સદગત ના કર્મો એજ તેમને અમર બનાવે છે અત્રે ઉલ્લેખનીય છે કે સને ૧૯૯૦ માં સ્થપાયેલ ભાલતીર્થ કેળવણી મંડળ ના ભૂતપૂર્વ ૨૫ જેટલા છાત્રો દેશ ની સુરક્ષા વિગ લશ્કર માં સેવા બજાવે છે તે અતિ ગૌરવ ની વાત છે 

Related Posts