અમરેલી જિલ્લાના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા દ્વારા આગામી તા. ૨૧.૧૨.૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાએ સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત અલગ અલગ વયજૂથમાં ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી શહેરમાં આવેલા સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોજના સ્પર્ધા અંતર્ગત કોથળા દોડ, રસ્સાખેંચ, ચેસ અને ખો-ખોની સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં અમરેલી જિલ્લાના રમતવીરો પોતાની ક્ષમતા પ્રદર્શિત કરશે. આ સ્પર્ધામાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે વધુમાં વધુ નાગરિકોને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.



















Recent Comments