ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ જાેવા મળી સારા
સારા અલી ખાન નવા વર્ષના પહેલા સોમવારે શ્રીસૈલમમાં સ્થિત મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચી હતી. દર્શન કર્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા. બોલીવુડ અભિનેત્રી ભગવાન ભોલેનાથની મોટી ભક્ત છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર ભોલેનાથના મંદિરમાં માથું ટેકવાના ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રી નવા વર્ષના પહેલા સોમવારે મહાદેવના દ્વાર પહોંચી અને માથું ટેક્યું. અભિનેત્રીના આ ફોટા હવે વાયરલ થઈ રહ્યા છે. સારા અલી ખાન નવા વર્ષના પહેલા સોમવારે શ્રીસૈલમમાં સ્થિત મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચી હતી. દર્શન કર્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અનેક ફોટા શેર કર્યા. આ તસવીરોમાં અભિનેત્રી ભગવાનની ભક્તિમાં લીન થયેલી જાેવા મળી અને ચહેરા પર મુસ્કાન સાથે પોઝ આપ્યા. અભિનેત્રી ફોટામાં સફેદ રંગનો ચિકનકારી સૂટ પહેરેલી જાેવા મળે છે. માથા પર દુપટ્ટો નાખી અને કપાળ પર ચંદનનું તિલક લગાવેલું છે. સારાના મોઢા પર ચમક જાેવા લાયક છે. અભિનેત્રી આ તસવીરોમાં ભોલેનાથ સામે નતમસ્તક થયેલી, હાથ જાેડીને તેમની પૂજા અર્ચના કરતી જાેવા મળી.
Recent Comments