બોલિવૂડ

આ વર્ષે ઈદના અવસર પર સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થશે

આ વર્ષે ઈદના અવસર પર બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની નવી ફિલ્મ ‘સિકંદર’ રીલીઝ થવાની છે તે પહેલા ફિલ્મમેકર્સ દ્વારા તેનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું.’ગજની’ના દિગ્દર્શક એઆર મુરુગદાસ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સલમાન અને રશ્મિકા પહેલીવાર સાથે જાેવા મળશે. ટીઝરમાં ભાઈજાનનો સ્વેગ જાેઈ શકાય છે. તે ખુબ જ સુંદર લાગી રહ્યો છે. એવું લાગે છે કે તે આ ઈદ પર બોક્સ ઓફિસ પર ચોક્કસપણે ધમાલ મચાવશે.

આ ફિલ્મનો ટીઝર વીડિયો સલમાન ખાનના જાેરદાર સંવાદથી શરૂ થાય છે.તે કહે છે,દાદીએ તેનું નામ સિકંદર રાખ્યું,દાદાએ તેનું નામ સંજય રાખ્યું અને લોકોએ તેનું નામ રાજા સાહેબ રાખ્યું.આ દરમિયાન ભાઈજાન એન્ટ્રી કરતો જાેવા મળે છે.જાેકે તેનો ચહેરો દેખાતો નથી. તે પછી ફરીથી એક જાેરદાર વિસ્ફોટ થાય છે. ત્યારબાદ સલમાન તેના દુશ્મનો પર કાબુ મેળવતો જાેવા મળે છે. આમાં રશ્મિકા મંડન્નાની ઝલક પણ જાેવા મળે છે. પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’માં કટપ્પાની ભૂમિકા ભજવનાર સત્યરાજ પણ જાેવા મળે છે.

Related Posts