ગુજરાત

અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ

ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગથી મૃતકોની ઓળખ ઝડપથી પ્રસ્થાપિત કરવા છેલ્લા ચાર દિવસથી હ્લજીન્ની ટીમ સતત ખડેપગે

૫૪ ડ્ઢદ્ગછ નિષ્ણાતોની ટીમમાં ૨૨ મહિલાઓ; દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગની જટીલ કામગીરી

ગુજરાત તા. ૧૨ જૂન, ૨૦૨૫ના ગોઝારા દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત-બચાવ કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું હતું, ત્યાં એક અદ્રશ્ય છતાં અત્યંત મહત્વપૂર્ણ ટીમ પણ પોતાના કર્તવ્યપથ પર અડગ હતી – ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (હ્લજીન્)ની ટીમ. હ્લજીન્ની ટીમે સંવેદના અને વિજ્ઞાનના સંગમનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે. આ દુર્ઘટના સમયે ઘટનાસ્થળ પર ચારેબાજુ વિમાનના કાટમાળ વચ્ચેથી મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરવી એ ખૂબ જ મોટો પડકાર હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી માત્ર ગણતરીની ક્ષણોમાં જ હ્લજીન્ની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ ઘટનાની ભયાવહતા સમજાઈ ગઈ હતી. મૃતદેહો અને માનવ અવશેષોને રાહત-બચાવ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી રહ્યા હતા. આવા કપરા સમયે હ્લજીન્ની ટીમે સિવિલ હોસ્પિટલ સાથે સંકલન સાધીને તુરંત જ હોસ્પિટલ ખાતે પહોંચી રહેલા મૃતદેહ, માનવ અવશેષોમાંથી ડ્ઢદ્ગછ પરીક્ષણ માટેના નમૂના લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી.
આ સંદર્ભે ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ શ્રી એચ. પી. સંઘવીએ કહ્યું હતું કે, આ દુર્ઘટના હ્લજીન્ માટે માત્ર એક “કેસ” નહિ, પરંતુ અસંખ્ય પરિવારોની આશા અને સંવેદનાનો વિષય હતો. એટલા માટે જ, મૃતકોની ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગ દ્વારા ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને પાર્થિવ દેહ તેમના પરિવારજનોને ઝડપથી સોંપી શકાય તે માટે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ હ્લજીન્ ટીમોને તુરંત જ ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવી હતી.
ઓળખ ન થઈ શકે તેવા અવશેષોમાંથી એકત્ર કરાયેલા ડ્ઢદ્ગછ સેમ્પલનું પરીક્ષણ જટીલ હોવાથી મૃતકોના દરેક સેમ્પલને કાળજીપૂર્વક હ્લજીન્-ગાંધીનગરની લેબમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે, મૃતકોના સગા-સંબંધીઓના ડ્ઢદ્ગછ સેમ્પલ એકત્ર કરવાથી લઈને ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શરુ કરવામાં આવી હતી. આ બંને જગ્યાએ મળીને કુલ ૫૪ ડ્ઢદ્ગછ નિષ્ણાતોની ટીમ દ્વારા દિવસ-રાત મૃતકો તેમજ તેમના સગા-સંબંધીઓના ડ્ઢદ્ગછ પ્રોફાઈલીંગ-મેચિંગ માટેના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
હ્લજીન્ની મુલાકાત લઈને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ડ્ઢદ્ગછ પરીક્ષણ કામગીરીની સતત સમીક્ષા કરીને હ્લજીન્ની ટીમને પ્રોત્સાહિત કરી હતી. હ્લજીન્ ટીમના નિષ્ણાતોની ફરજનિષ્ઠા અને ફરજ પ્રત્યેના સમર્પણને પણ શ્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યું હતું.
વધુમાં જણાવ્યા મુજબ હ્લજીન્ના યુવાન અને ઉત્સાહી વૈજ્ઞાનિકો, ટેકનિશિયનો અને સહાયકોની ટીમ આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ઊંઘ, આરામ અને પરિવારને ભૂલીને દિવસ રાત જાેયા વગર ડ્ઢદ્ગછ પ્રોફાઇલિંગ જેવી ફોરેન્સિક તકનીકોનો ઉપયોગ કરીને મૃતદેહોને તેની સાચી ઓળખ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. હ્લજીન્ના ૫૪ ડ્ઢદ્ગછ નિષ્ણાતો પૈકી ૨૨ નિષ્ણાત મહિલાઓ છે. જેમાંથી ઘણી મહિલાઓ પોતાના ત્રણ વર્ષ કરતા પણ નાના બાળકની સારસંભાળની જવાબદારી હોવા છતાં લેબમાં છેલ્લા ચાર દિવસથી મૃતકોને ઓળખ આપવાની કામગીરી કરી રહી છે.
આવું જ એક ઉદાહરણ એક ડ્ઢદ્ગછ નિષ્ણાતનું છે, જેમની માતાનું હૃદય માત્ર ૨૦ ટકા જ કાર્ય કરી રહ્યું હોવાથી તેમની તાત્કાલિક સર્જરી થવાની હતી. છતાં પણ આ અંગત મુશ્કેલીઓને બાજુમાં મૂકીને આ ડ્ઢદ્ગછ નિષ્ણાતે મૃતકોના ડ્ઢદ્ગછ પરીક્ષણની કામગીરી પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા દાખવી છે. હ્લજીન્ ખાતે દિવસ રાત કામ કરી રહેલી આ નિષ્ણાતોની ટીમ નિ:સ્વાર્થતા અને ફરજ પ્રત્યેના સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતની હ્લજીન્ ટીમે મૃતકની ઝડપથી ઓળખ કરવાની કામગીરીને પ્લાનિંગ સાથે તેજ બનાવી હતી, જેના પરિણામે સ્વરૂપે હ્લજીન્ની ટીમને ૭૨ કલાક કરતા પણ ઓછા સમયગાળામાં મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળતા મળી છે. બે દાયકા પહેલાના સમયમાં ડ્ઢદ્ગછ પરીક્ષણથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં લગભગ ૫ થી ૧૦ દિવસ જેટલો સમય લાગતો હતો. જેની સામે અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ અદ્યતન હ્લજીન્ લેબ, ડ્ઢદ્ગછ કામગીરી માટેની અદ્યતન મશીનરી અને નિષ્ણાતોની સક્ષમ ટીમના પરિણામે લગભગ ૭૨ કલાકમાં જ મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી રહી છે.
અતિ જટીલ અને સંવેદનશીલ કામગીરીના અંતે હ્લજીન્ની ટીમે અત્યાર સુધીમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના અનેક મૃતદેહોની ઓળખ કરવામાં અકલ્પનીય સફળતા મેળવી છે. હ્લજીન્ની ટીમના અથાગ પ્રયાસોને કારણે, શોકગ્રસ્ત પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી મળી રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હ્લજીન્ ટીમનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. તેમણે માત્ર વૈજ્ઞાનિક પુરાવા જ નહીં, પરંતુ માનવીય સંવેદનાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હ્લજીન્ની આ અદ્રશ્ય મહેનત અને અડગ સમર્પણ, એક ભયાનક દુર્ઘટનાના ઘા રૂઝાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

Related Posts